તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુરોધ:હોલીકા દહન કાર્યક્રમમાં આયોજકોએ તકેદારી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કોરોના મહામારી સામે રક્ષણ મળે તે માટે કપુરનો વધુ ઉપયોગ કરવા સલાહ
 • તહેવારમાં કોરોના સંદર્ભમાં ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું

ભાવનગર શહેરનાં સર્વે નાગરિકોને હોળી-ધુળેટી પર્વની મહાપાલિકાના મેયર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઇ છે. સાથો સાથ હાલ કોરોના (કોવિડ –19)ની પરિસ્થિતીને ધ્યાને લેતા ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં જાહેરનામાં મુજબ મર્યાદીત સંખ્યા સાથે, ભીડ એકત્રીત ન થાય તે રીતે તથા કોરોના સંદર્ભમાં પ્રર્વતમાન ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરીએ.

હોલીકા દહન ધર્મપ્રેમી જનતાએ કપુરનો વધુમાં વધુ ઉપયોગ કરવો

તેમજ હોલીકા દહન કાર્યક્મનાં આયોજકોને જે સ્થળની પસંદગી કરે તે સ્થળ ડામર રોડ કે આર.સી.સી. રોડ ન હોય તેવી તકેદારી રાખવા જણાવાયું છે. જેથી રોડને નુકસાન ન થાય. જયાં હોલીકા દહન થતુ હોય ત્યાં અને આજુબાજુમાં વૃક્ષો કે ઈલેકટ્રીક વાયર પસાર થતા હોય ત્યાં હોલીકા દહન ન કરવું. તદઉપરાંત કોરોના મહામારી સામે રક્ષણ મળે તે માટે હોલીકા દહન ધર્મપ્રેમી જનતાને કપુરનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે.

મંજુરી વગર સામુહિક કાર્યક્રમ ના યોજવા વધુમાં ધુળેટીનાં દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમની સરકાર દ્વારા મંજુરી આપવામાં આવેલ ન હોય, તેનું ચુસ્તપણે પાલન કરીએ તેમ ભાવનગર મહાનગરપાલિકાનાં મેયર કિર્તિ દાણીધારીયા, ડે.મેયર કૃણાલ શાહ, સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન ધામેલીયા તેમજ શાસક પક્ષનાં નેતા બુધા ગોહેલ અને દંડક પંકજસિંહ ગોહિલે જાહેર જનતા જોગ અનુરોધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો