ભાવનગર જિલ્લો વર્ષોથી ચક્ષુદાન , દેહદાન માં અગ્રેસર રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના નાં લીધે આ પ્રક્રિયા સંપૂર્ણ પને બંધ છે. કારણકે તેમાં સંક્રમણ નું જોખમ વધી જાય છે. કોઈપણ વ્યક્તિ જ્યારે બ્રેઇન ડેડ થાય ફક્ત ત્યારે જ તેનું ઓર્ગન ડોનેશન કરી શકે છે. આ ડોનેશન નાં લીધે વ્યક્તિ તેના સાત મહત્વ નાં અંગો નું દાન કરીને ઓછામાં ઓછાં 7 જીવન તો બચાવી જ શકે છે. ભાવનગર માં સૌ પ્રથમ ઓર્ગન ડોનેશન ની શરૂઆત 2008 માં કરવામાં આવી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 70 લોકોએ પોતાનું અંગદાન કર્યું છે. આ અંગદાન નાં લીધે કુલ 130 કિડની, 60 લીવર, 5 સ્વાદુપિંડ અને બે હદય નું દાન પ્રાપ્ત થયું હતું. પહેલા ફક્ત વ્યક્તિ નાં સંકલ્પ પત્ર અને સગા વહાલા ની સહમતી સાથે અંગદાન કરવામાં આવતું હતું. જ્યારે હવે વ્યક્તિ નાં સોગંધ પત્રક સાથે સગા વહાલા ની નોટરી કરેલ સંમતિ બાદ જ અંગદાન સ્વીકારવામાં આવે છે.ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવવું પડતું હોય છે.
હાલમાં હોસ્પિટલ અંગદાન સ્વીકારતી હોવાનું રજીસ્ટર પણ કરવું પડે છે. ભાવનગર માં સર.ટી. હોસ્પિટલ, બજરંગદાસ બાપા આરોગ્ય ધામ, બીમસ અને એચ.સી.જી હોસ્પિટલ રજીસ્ટર થયેલી છે. કોઈપણ વ્યક્તિનાં બ્રેઇન ડેડ થયાં સિવાય આ પ્રક્રિયા શક્ય નથી અને વ્યક્તિઓના બ્રેઇન ડેડ થવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. જો ત્રીજી લહેર ન આવે તો આવતા મહિનાથી અંગદાન ની કામગીરી શરૂ કરવામાં આવશે.
અત્યાર સુધીમા 10,112 લોકોનું ચક્ષુદાન
ભાવનગર માં ચક્ષુદાન ની શરૂઆત 1968 માં કરવામાં આવી છે. આ સમયથી લઈને અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 10 હજાર 112 વ્યક્તિઓ દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું છે. ઉપરાંત ભાવનગર માં અત્યાર સુધી કુલ 927 લોકોનું દેહદાન કરવામાં આવ્યું છે. દેહદાન કર્યા બાદ જે તે હોસ્પિટલ માં વ્યક્તિ નું એનબાલમિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ના લીધે કોઈપણ વ્યક્તિનો દેહ એમને એમ રહે છે અને ખરાબ થતો નથી. જિલ્લામાં થયેલા દેહદાન જો સરકારી મેડિકલ કોલેજ નાં છાત્રોને જરૂર હોય તો ત્યાં અથવા બીજા કોઈ જિલ્લાની સરકારી કોલેજ ને મોકલવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.