તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉચ્ચ પગાર ધોરણ માટેના આદેશો નિયમિત થશે, તબીબી પ્રાધ્યાપકોની માંગ સંતોષાતા આંદોલન મોકૂફ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવા એક જ સ્થાયી ઠરાવથી આદેશ કરાશે

તાજેતરમાં તબીબી પ્રાધ્યાપકોની હડતાળ અને માંગણી વિશે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને કામગીરી કરવાથી હવે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. જેના પગલે માનવસેવા નાં યજ્ઞમાં તરત જ પાછા જોડાઈ જવાનો તબીબો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજયના સરકારી તબીબ શિક્ષકોને NPAનાં લાભો ભારત સરકાર નાં એમ. ઓ. મુજબ અને સાતમા પગાર પંચ મુજબ ચૂકવવાની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.

તબીબી શિક્ષકો 14 ની માંગણીઓ પૈકી 11 માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. જ્યારે અન્ય પડતર માંગણીઓ પરત્વે પણ રાજ્ય સરકાર હકારાત્મક છે. કોરોના નાં કપરાં સમયમાં તબીબી પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી નાં લીધે સાતમા પગાર પંચ મુજબ એન.પી. એ. મંજૂર કરવામાં આવ્યું છે. હાલ તદન એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવા એક જ સ્થાયી ઠરાવથી આદેશ કરીને નિયમિત કરવામાં આવશે. તબીબી શિક્ષકોની આગાઉ ની એડહોક સેવા વિનીયમિત કરીને હાલની નિયમિત સેવા સાથે રજા પગાર અને પેન્શન માટે એક જ સ્થાયી ઠરાવથી સળંગ કરવા આદેશ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...