તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:પોલીસને FRI બાબતે સુપ્રીમના સિદ્ધાંતને અનુસરવાનો આદેશ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતમાં આ પ્રકારનો સૌ પ્રથમવાર આદેશ
  • સાયકલ ચોરીની ફરિયાદ ન લેવાના મામલે વલભીપુર કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હૂકમ

ભાવનગરથી પોતાના વતન વલભીપુર ખાતે રહેવા આવેલ વિનય કુમાર હરિલાલ બધેકાના મકાનમાંથી કોઈ શખ્સ એટલાસ કંપનીની સાયકલ ચોરી ગયેલ. જેની ફરિયાદ વીરપુર પોલીસે નહીં લેતા છેક રાજ્ય સરકાર સુધીના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ફરિયાદ લેવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓએ કાયદાકીય જોગવાઈ અને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ની ગાઇડ લાઇનનો ભંગ કરી ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી દીધો હતો.

જેથી અરજદારે પોતાના વકીલ મારફત વલભીપુર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જી.સી.વાઘેલાને આધાર પુરાવા સાથે આ અંગે ધારદાર રજૂઆત કરી હતી. બાદ તેઓએ કાયદાકીય કાર્યવાહી કરી દિવસ 30માં આ અંગેનો રિપોર્ટ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળને સુપ્રત કરવા ગુજરાતમાં સૌપ્રથમવાર આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...