આદેશ:નિવૃત્ત TDO અને તેના 2 પુત્રોને પ્રોબે.નો લાભ આપી છોડવા હુકમ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 વર્ષ પહેલા મારામારીની ફરિયાદ નોંધાઈ હતી

મહિલા કોલેજ વિસ્તારમાં મહિલા પર હુમલો કરનારા નિવૃત ટીડીઓ અને તેમના બે પુત્રોને કોર્ટે મારામારીના ગુન્હામાં સજા આપ્યા અંગેના તા. 20-04-2022ના સૌરાષ્ટ્ર સમાચારના અહેવાલ બાદ બચાવ પક્ષના વકિલના જણાવ્યા અનુસાર તેમને કોર્ટે તેમને પ્રોબેશનનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

ભાવનગરના મહિલા કોલેજ પાછળ લાલ બહાદુરશાસ્ત્રી માર્ગ પાસે રહેતા રાજીવભાઈ વિનોદરાય વોરાએ ઘોઘારોડ પોલીસ મથકમાં તા. 02/04/2014ના રોજ જયદીપ દિનેશભાઈ વ્યાસ, ગૌરાંગ દિનેશભાઈ વ્યાસ અને નિવૃત્ત ટી.ડી.ઓ. દિનેશ કનૈયાલાલ વ્યાસ સામે તેમના પત્નિ પર હુમલો કરી તેમજ તેઓ વચ્ચે પડતા ઉક્ત દિનેશભાઈએ કુહાડીનો ઉંધો ઘા મારતા ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે અંગેનો કેસ ભાવનગરના મહે. પાંચમાં જ્યુ. મેજી. સિંઘની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તેમને સજા કરવાનો હુકમ કર્યો હતો પરંતુ ત્યાર બાદ બચાવ પક્ષના વકિલની દલીલોને ધ્યાને લઈ આ કામના તહોમતદારોને પ્રોબેશન ઓફ ઓફેન્ડર એક્ટ હેઠળ નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. કોર્ટ દ્વારા દોષીત જાહેર થયાં બાદ આ કેસમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ થયેલ છે પણ સમાચારમાં વકિલ દ્વારા મળેલી અધુરી માહિતીના કારણે આ ગેરસમજ ઊભી થતાં આથી, જાહેર સ્પષ્ટતા કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...