તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:શાળાઓમાં વ્યવસ્થાપન કમિટીની પુનઃ રચના કરવાનો આદેશ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની તથા માધ્યમિક શાળાઓમાં શાળા સંચાલન અને વિકાસ સમિતિની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિની દર બે વર્ષે પુન: રચના કરવામાં આવે છે. 2020-21ના શૈક્ષણિક વર્ષમાં કોરોનાના કારણે શાળા વ્યવસ્થાપન કમિટીની રચના કરી શકવામાં આવી ન હતી આથી સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા જળવાય તે રીતે હવે 2022 , 2023 માટે પુનઃરચના કરવામાં આવશે.

શાળા વ્યવસ્થાપન સમિતિમાં 75 ટકા એટલે કે 9 સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા કે વાલીઓ રહેશે. જે વાલી એક વખત કાર્યકાળમાં સભ્ય બની ચૂક્યા છે તે વાલી પુનઃરચનામાં પુનઃ નિયુક્તિ ન મેળવી શકે તે રીતે આયોજન કરવાનું રહેશે.

એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદમાં નિવૃત્ત આચાર્ય અથવા જે ગામનો વતની હોય તેવા નિવૃત્ત સરકારી અધિકારી અથવા સર્વિસ ચાલુ હોય તેવા શિક્ષણવિદને લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...