કોર્ટનો ચુકાદો:મલ્ટિપર્પજ હેલ્થ વર્કરને નિમણુક તારીખથી લાભો આપવા હુકમ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાઈકોર્ટનો મલ્ટિપર્પજ હેલ્થ વર્કર્સની તરફેણમાં મહત્વનો ચુકાદો
  • ચુકાદાથી 3000 મલ્ટિપર્પજ હેલ્થ વર્કર્સને ફાયદો થશે

મલ્ટીપર્પજ હેલ્થ વર્કરોને તરફેણમાં હાઇકોર્ટે ચુકાદો આપીને રાજયના મલ્ટિપર્પજ હેલ્થ વર્કરને નિમણુક તારીખથી તમામ લાભો આપવા હુકમ કરેલ છે આ હુકમથી ગુજરાતના 3000 કરતા વધુ મલ્ટિપર્પજ હેલ્થ વર્કર્સને ફાયદો થશે આ લાભો દસ સપ્તાહમાં ચૂકવવા આદેશ કોર્ટે આદેશ કર્યો છે.

રાજ્યમા આરોગ્ય કર્મચારી મ.પ.હે.વ.(પુ.) તરીકે 2004 થી 2012 સુધી 2500 અને અલગ અલગ પગારમા એડહોક ધોરણે નોકરી કર્યા બાદ વર્ષ 2012 માં પંચાયત સેવા પસંદગી પાસ કરવા છતા પણ પંચાયત વિભાગ દ્વારા જુની એડહોક નોકરીને સળંગ ગણવામા આવેલ ન હતી.

જેથી ગુજરાત હાઈકોર્ટમા અશોક પુરાણી અને અન્ય 183 આરોગ્ય કર્મચારીએ પીટીશન દ્વારા 2004થી પગાર, ઇન્ક્રિમેન્ટ સાથે તમામ લાભો આપવા દાદ માંગવામાં આવેલ. અરજદારના વકીલ પી.એ. જાડેજા દ્વારા નિમણુંક તારીખથી નોકરીને સળંગ ગણવા અને તમામ લાભો ચૂકવવા જજ સંદીપ ભટ્ટને રજૂઆત કરતા તા.20-5-22ના દસ સપ્તાહમા તમામ લાભો ચૂકવવા આદેશ કરેલ. આ ચુકાદાથી ગુજરાતના 3000 કરતા વધુ મલ્ટિપર્પજ હેલ્થ વર્કર્સને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...