ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ તલાટી મહામંડળ દ્વારા આપેલી આ હડતાલને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અને ઘર ઘર તિરંગા અંતર્ગત ગ્રામસભાના સંચાલનનું કાર્ય આચાર્યને સોંપવામાં આવ્યું છે પરંતુ આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે શાળાઓમાં અનેક કાર્યક્રમો ઉજવવાના હોય અને સાથે અન્ય અભ્યાસની પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય જિલ્લા ગ્રામસભાઓનું સંચાલન કે કોઈ શિક્ષણનો ભાગ નથી તેમ જણાવી જે જો કોઈ શિક્ષકોને તલાટીની ફરજનો હુકમ કરવામાં આવે તો બહિષ્કાર કરવો તેમ જણાવાયું છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું છે કે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શાળાઓમાં અનેક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે સાથે સાથે શાળાઓમાં હાલ ગુણોત્સવ એકમ કસોટીઓ સહિતની અન્ય કામગીરીઓ પણ ચાલતી હોય વર્ગખંડના શૈક્ષણિક કાર્ય પર અસર કરે છે. આ સંજોગોમાં તમામ હોદ્દેદારોને તાકીદ કરવામાં આવી છે કે કોઈ જિલ્લામાં શિક્ષકોને તલાટીની ફરજનો હુકમ કરવામાં આવે તો બહિષ્કાર કરવો અને આવી કામગીરી ન કરવા સ્પષ્ટ જણાવાયું છે. તલાટીઓ ગ્રામસભાનું સંચાલન કરતા હોય તે ફરજ શિક્ષકોને સોંપવામાં આવે તો તેનો બહિષ્કાર કરવાનો આદેશ અપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.