કોર્ટનું ફરમાન:અલંગમાં ભંગાવા આવેલું ક્રુઝ શિપ ઓડિન એરેસ્ટનો હુકમ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોર્ટ ઓફિસર, કસ્ટમ ઓફિસરોને કાર્યવાહી કરવા કોર્ટનું ફરમાન
  • 41,67,840 ડોલર મૂળ માલીકને ચૂકવી આપવા કોર્ટનો આદેશ

અલંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલુ ક્રુઝ શિપ આગમન પૂર્વે જ વિવાદમાં હતુ. હવે આ જહાજના મુખ્ય માલીક બ્લેક વોચ ક્રુઝ લિમિટેડ દ્વારા અગાઉ આ જહાજ વેચવા આવ્યુ હતુ તેના કરારની શરતોમાં ભંગ થતો હોવાથી કોર્ટમાં દાદ માંગી હતી, અને કોર્ટ દ્વારા આ જહાજને એરેસ્ટ કરવાનો હુકમ કરાયો છે.

યુકે સ્થિત, નોર્વેજિયન કંપની બ્લેક વોચ ક્રુઝ લિમિટેડ દ્વારા 2ઇ મેરિટાઇમ કંપનીને આ જહાજ વેચવામાં આવ્યુ હતુ. અને વેચાણ કરારની શરતમાં આવ્યુ હતુકે, કરાર પર હસ્તાક્ષર થયા બાદ6-8 મહિના સુધી આ જહાજને ફ્લોટિંગ એકોમોડેશન ફેસિલિટિ તરીકે રાખી અને જહાજના વ્યાવસાયિક જીવન અસ્તિત્વ પૂર્ણ થયા બાદ તેને હોંગકોંગ કન્વેન્શન મુજબના તૂર્કિના શિપ રીસાયકલિંગ યાર્ડમાં ભાંગવા માટે મોકલવાનું હતુ.

તૂર્કિના બદલે પેસેન્જર જહાજ ઓડિનને અલંગના જીજીએસબીવાય ઇન્ડસ્ટ્રીયલ પ્રા.લિ., દ્વારા ખરીદવામાં આવ્યુ છે અને ભંગાવવા માટે અલંગ એન્કરેજ પર પહોંચી ગયુ છે. પરંતુ જહાજ ઓડિનના મુખ્ય કરારની સમાપ્તિના 8 મહિના બાદ પણ તૂર્કિમાં બીચ થયુ ન હતુ અને કરારની શરતોનો ભંગ થયો છે તેવો દાવો બ્લેક વોચ ક્રુઝ લિમિટેડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

કોર્ટ દ્વારા જહાજની મુળ કિંમત 41,47,840 અમેરિકન ડોલર અને 20,000 ભારતમાં કાનૂની ખર્ચ પેટેના એમ કુલ 41,67,840 ડોલર મૂળ માલિકને ચુકવી આપવા આદેશ કર્યો છે. ભાવનગર-અલંગ પોર્ટ ઓફિસર, કસ્ટમ ઓફિસર ભાવનગર-અલંગને આ જહાજને એરેસ્ટ કરી શિપના કેપ્ટનને એરેસ્ટ ઓર્ડરની બજાવણી કરવા આદેશ કર્યો છે. અને કોર્ટ દ્વારા આગામી આદેશ સુધી આ જહાજને યથાસ્થિતિમાં એરેસ્ટ રાખવા હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...