તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મા-ભોમની રક્ષા કાજે તૈનાત જવાનોને વંદન કરવાનો અવસર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભક્તિના ગીતોની પ્રસ્તૂતિ કરવામાં આવી
  • શહેરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે મંત્રી જયેશ રાદડીયાએ આપેલું વક્તવ્ય

ભારતની આઝાદીના 75માં વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં 'અટલ ઓડિટોરિયમ' ખાતે દેશભક્તિના ગીતોનો રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વની પૂર્વે સંધ્યાએ દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે જેવા અનેક નામી -અનામી લોકોનું યોગદાન રહેલું છે.

તેમણે કહ્યું કે, એક અને અખંડ ભારતનાં નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજે પણ સરહદ પર અનેક જવાનો મા-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર રહે છે તેમને વંદન કરવાનો આ અવસર છે. આઝાદીના આવાં મહામૂલા અવસરે દેશ માટે જીવવાનાં, દેશ માટે મરી ફિટવા માટે સંકલ્પબદ્ધ થઈએ તે જ આઝાદી પર્વની સાચી અંજલિ છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે શ્યામભાઈ મકવાણા, ભાવેષ વ્યાસ, સુરભી પરમાર અને તેમની ટીમ દ્વારા દેશભક્તિના ગીતોની અદ્ભૂત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને શ્રોતાઓએ તેમને મોકળા મને માણી હતી.

આ સિવાય યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. જિલ્લા કલેકટરે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશની આઝાદીના 75 વર્ષ પુરા થયાં છે. અનેક લોકોનાં બલિદાનને કારણે આપણે અહીંયા પહોંચ્યા છે.

હવે પછીનાં 25 વર્ષમાં દેશને 100 વર્ષ પૂર્ણ થનાર છે ત્યારે આગામી 75 વર્ષમાં આપણે જે નથી મેળવ્યું તે આગામી 25 વર્ષમાં મેળવવાં કટિબધ્ધ થઈએ તે જ આઝાદીની પૂર્વ સંધ્યાએ આપણો સંકલ્પ હોઈ શકે. આઝાદીના અમૃત પર્વ નિમીત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં કલેકટર, કમિશનર, ડીડીઓ, કુલપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...