તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાન કામ-સમાન વેતનની માગ:ભાવનગર જિલ્લાના જનસેવા કેંદ્રના ઓપરેટરો પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી થતા અન્યાય મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્રોમાં કોમ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતાં કર્મચારીઓ દ્વારા પગાર મુદ્દે કામથી અળગા રહી સમાનકામ-સમાન વેતનની માંગ સાથે હડતાળ પર ઉતરી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે.

સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં જનસેવા કેન્દ્ર હેઠળ સેંકડો કર્મચારીઓ કરાર આધારિત કોન્ટ્રાક્ટ પધ્ધતિથી વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવે છે હાલમાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટ મહેસાણાની એ.બી એન્ટરપ્રાઈઝ પાસે છે કાયદેસર નિયમ મુજબ દર મહિને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કોમ્યુટર ઓપરેટરો ને સરકારી ધારા-ધોરણ મુજબ 15,445 રૂપિયા દરમાયો ચુકવવાનો હોય છે પરંતુ કંપની દ્વારા ફક્ત 8,817 ની જ ચુકવણી કરવામાં આવે છે અને જે 24 દિવસનું પ્રમાણપત્ર ની જોગવાઈ મુજબ ગણતરી કરવામાં આવે તો માત્ર 6,800 જ પગાર મળતો હોવાની રજૂઆત કરવામા આવી છે.

કર્મચારીઓએ અન્યાય બંધ કરી સરકારી કર્મચારી ઓની માફક સમાન કામ સમાન વેતન ની માંગ સાથે ભાવનગર શહેરમાં મામલતદાર કચેરી, કલેકટર કચેરી તથા જિલ્લામાં મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, સિહોર, પાલીતાણા ફરજ બજાવતા તમામ જનસેવા કેન્દ્રના ઓપરેટરો આજથી હડતાળ પર ઉતયૉ છે અને હકક માટે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી એ.બી કંપની દ્વારા પુરેપુરો પગાર સાથે તમામ ભથ્થા પણ ચુકવે એવી માંગ કરી છે.

એ.બી.એન્ટરપ્રાઇઝ એજન્સીના કર્મચારી ચંદ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજની હડતાલ પાડવાનો એક જ ઉદેશ છે કે અમારી એજન્સી દ્વારા અમારા કામના મોટા બિલો મુકવામાં આવે છે અને તેની સામે અમને એટલો પગાર ચુકવવામાં આવતા નથી જેને લઈ ભાવનગર અને જિલ્લામાં આવેલા તમામ જન સેવા કેન્દ્રો ખાતે આઉટસોર્સિંગ દ્વારા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છીએ, હાલ મોંઘવારી આસમાને પહોંચી છે ત્યારે અમને અમારા કામનું યોગ્ય વળતર મળે તેવી જ માંગ છે, સરકારના તમામ કામો કરવા અમે તત્પર હોઈ છીએ ત્યારે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે.

અધિક કલેક્ટર બી.જે.પટેલ એ જણાવ્યું હતું કે એજન્સીના જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તેના બદલામાં અમારા કલાર્ક તથા તલાટીઓને સેવા પૂરી પાડવામાં આવી રહી છે, લોકોને કોઈ અગવડ નહીં થાય, અમે એજન્સી પાસેથી સેવા લઈ છીએ અને એજન્સી ને જ પેમેન્ટ ચૂકવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...