તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:મહુવા અને તળાજામાં કોવિડ હોસ્પિટલ કાર્યરત

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સરકારી દરથી વધુ રકમ લેશે તો સજાપાત્ર
 • મહુવામાં હનુમંત અને તળાજામાં નિલકંઠ હોસ્પિટલને કોરોનાની સારવાર માટે બહાલી

કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લામાં અગમચેતી રૂપે કોરોનાના કેસના પ્રમાણમાં જરૂરી બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હનુમંત હોસ્પિટલ, મહુવાની કોરોનાના બેડ વધારવાની મંજૂરી સંદર્ભે જરૂર જણાય તો બેડ વધારવાની પરવાનગી સાથે કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

નિલકંઠ આરોગ્યધામ, તળાજાને પણ આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે. આ હોસ્પિટલોમાં સરકારના નિર્ધારિત કરેલ દરે સારવાર આપવામાં આવશે. તેનાથી વધુ દર લઇ શકાશે નહીં. જો આવી જોગવાઈઓનું ઉલ્લંઘન થતું જણાશે તો આવી સંસ્થા કે વ્યક્તિ ભારતીય દંડ સંહીતા હેઠળ દંડને પાત્ર ઠરશે.

બન્ને ખાનગી હોસ્પિટલમાં સારવારના દર
તળાજા અને મહુવાની ખાનગી હોસ્પિટલોમાં નાગરિકો રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા દરેક કોરોનાની સારવાર કરાવી શકશે. હનુમંત હોસ્પિટલ, મહુવા અને નિલકંઠ આરોગ્યધામ, તળાજાને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી અપાઈ છે. આ હોસ્પિટલ ખાતે પ્રતિદિન જનરલ વોર્ડના રૂ.6,000, એચ.ડી.યુ.ના રૂ.8,500, આઇસોલેશન + આઈ.સી.યુ.ના રૂ.14,500 અને વેન્ટિલેટર + આઇસોલેશન + આઇ.સી.યુ.ના રૂ.19,000 નાદર નિયત કરવામાં આવ્યા છે. આ ખર્ચમાં સવારે અને સાંજે ચા-નાસ્તો, બે ટાઈમ ભોજન, રૂમ ચાર્જ, નર્સિંગ ચાર્જ, પી.પી.ઇ.કિટ ચાર્જ, એન-95 માસ્ક અને દરેક દૈનિક દવાઓના ખર્ચનો સમાવેશ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો