લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ:કોર્પોરેશનની કચેરીઓ અને ગાર્ડનમાં રસી લીધેલાને જ પ્રવેશ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશન અભિયાનને વેગ આપવાનો પ્રયાસ
  • વેક્સિન લીધેલાને પ્રવેશ પરંતુ ચકાસણી માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા જ નહીં

સરકારમાંથી સુચના આવી અને ભાવનગર કોર્પોરેશને પણ અાગામી 20મી થી કોર્પોરેશનની તમામ કચેરી , ઝોનલ, પાર્ક, ગાર્ડન સહિતમાં વેક્સિન લીધેલા વ્યક્તિને જ પ્રવેશ જાહેર કરી દીધું પરંતુ તેની વ્યવસ્થા બાબતે કોઈ સ્પષ્ટતા જ નથી. આટલી બધી ઓફિસો, બાગ બગીચા સહિતમાં રસીકરણ કરાવ્યું છે કે નહીં તે કોર્પોરેશનના કર્મચારીઓ કઈ રીતે જાણી શકશે તેનું જ તંત્ર પાસે પણ આયોજન નથી. વેક્સિન લીધી હોય પરંતુ લોકોએ પ્રમાણપત્ર ડાઉનલોડ કર્યું ના હોય અથવા તો દરેક જગ્યાએ સાથે લઇને જતાં ના હોય ત્યારે કોર્પોરેશન કંઈ રીતે વ્યવસ્થા ગોઠવશે તે માટે તંત્ર પણ ગોથા ખાય છે.

કોરોના સામે રક્ષણ માટે વેક્સિનેશનને વેગ આપવા સરકાર ખુબ પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે આગામી તા.20 બાદ ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની તમામ મીલ્કતો અને તમામ આનંદ પ્રમોદનાં સ્થળો ઉપર કોરોના રસીનાં પ્રથમ અથવા બન્ને ડોઝ લીધેલ વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઝોનલ કચેરી તરસમીયા, ઝોનલ કચેરી આખલોલ જકાતનાકા, તમામ વોર્ડની વોર્ડ કચેરી, અકવાડા લેઈક ફ્રન્ટ, બાલવાટીકા, બોરતળાવ, સરદાર બાગ (પીલ ગાર્ડન), કૈલાસ વાટીકા, બન્ને સ્વીમીંગ પુલ્સ, ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ, અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ સંકુલ, તખ્તીંહજી હોલ, બોરતળાવ, કોમ્યુનીટી હોલ, અખીલેશ સર્કલ, મલ્ટી લેવલ પે એન્ડ પાર્ક પાર્કીંગ, ગંગાજળીયા તળાવ, ગંગાજળીયા તળાવ અને નારી તળાવ,પરશુરામ પાર્ક ગાર્ડન સુભાષનગર,કોમ્યુનીટી હોલ વાલ્કેટગેટ તેમજ યુસીડી વિભાગ હસ્તકનાં તમામ નાઈટ શેલ્ટર અને સીએલસી સેન્ટરમાં પ્રવેશ માટે વેક્સિન ફરજીયાત છે. આ પ્રતિબંધ 18 વર્ષ થી નીચેના બાળકો અને યુવાનોને લાગુ પડશે નહીં.કોર્પોરેશન હસ્તકની તમામ મીલ્કતો અને સેવાઓનાં પ્રવેશ દ્વાર ઉપર વેકસીન સર્ટીફીકેટ ચકાસવામાં આવશે.આમ કોરોનાને કાબુમાં રાખવા અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...