તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે અને કાલે રસીકરણ બંધ:સુપર સ્પ્રેડરને રસીકરણની લિમિટ આપનાર તંત્ર પાસે જ રસી ખૂટી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અઢી લાખે ફર્સ્ટ અને 90000 લોકોએ સેકન્ડ ડોઝ લીધા બાદ આરોગ્ય તંત્ર પાણીમાં બેઠું

ભાવનગર માં બુધવારે મમતા દિવસ નાં નામે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. હવે ફરીથી બીજા બે દિવસ રસીકરણ ની કામગીરી બંધ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ભાવનગર માં કુલ 2 લાખ 50 હજાર 625 જેટલા વ્યક્તિઓએ પ્રથમ ડોઝ અને 89 હજાર 307 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો છે. હાલમાં યુવાનોને ડોઝ લેવો છે પરંતુ હવે સરકાર પાણીમાં બેસી ગઈ છે. સરકાર પાસે અત્યારે પૂરતા ડોઝ ન હોવાથી આગામી બે દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.

ભાવનગર માં છેલ્લા પાંચ દિવસથી કોવેક્સિન નો જથ્થો ઉપલબ્ધ જ નહોતો. કોવીશિલ્ડ ની વધારે માંગ નાં લીધે તેનો 3000 થી લઈને 3500 ની સંખ્યામાં રોજિંદા જથ્થો આવતો હતો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લે તા. 6 જુલાઈ નાં રોજ 3503 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તે દિવસે મ. ન.પા પાસે 3500 ડોઝ આવ્યા હતા અને તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી લોકોમાં જાગૃતિ ફેલાવી રહેલ તંત્ર પાસે હવે જઈને લોકો રસીકરણ માટે પહોંચે છે તો તેમની પાસે પૂરતા રસી નાં ડોઝ જ નથી કે લોકોનું રસીકરણ કરાવી શકે.

અત્રે ઉલ્લેખનીય છેકે વેપારીઓ, ફેરિયાઓ વગેરે સુપર સ્પ્રેડર ને તા. 10 જુલાઈ સુધીમાં રસીકરણ કરાવી લેવું પડશે તેવું કહેનાર તંત્ર એ તા. 7 જુલાઈ નાં રોજ રસીકરણ બંધ રાખ્યું હતું અને આગામી તા. 8 અને 9 જુલાઈ નાં રોજ પણ રસીકરણ બંધ રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...