સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાવનગર દ્વારા ઇન્કમટેક્ષનાં ચલણનાં પેમેન્ટ ફક્ત નિલમબાગ શાખા ખાતે જ સ્વીકારવા નું નક્કી કરતા આઈટી રિટર્ન ની છેલ્લી તારીખોમાં વેપારી ઉદ્યોગપતિમાં દોડધામ મચી ગઈ છે. કોઈ વેપારી કે ઉદ્યોગકારનું બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભાવનગર શહેરની અન્ય શાખામાં હોય તો ત્યાં આ ચલણ સ્વીકારવામાં આવતું નથી તેથી ઇન્કમટેક્ષ ચલણ ભરવા માટે વેપારીઓ-ઉદ્યોગકારોને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે તેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભાવનગર શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની તમામ બ્રાન્ચો ખાતે ઇન્કમટેક્ષ રીટર્નનાં ચલણ સ્વિકારવા જોઈએ અને તે સ્વીકારી જે –તે શાખા દ્વારા જ નિલમબાગ શાખાને પહોંચાડવા જોઈએ જેથી વેપાર-ઉદ્યોગ જગતને બિનજરૂરી દોડધામ ન થાય. હાલમાં ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2022 હોય આ અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સત્વરે યોગ્ય કરવામાં આવે તેમ જણાવાયું છે.
OTPની સમસ્યા
31મી જુલાઇ સુધીમાં આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની સતત તાકીદ કરવામાં આવી રહી છે, પરંતુ ઇન્કમટેક્સના પોર્ટલ પર ઓટીપી જનરેશનની ભારે સમસ્યાઓ સર્જાઇ રહી છે, અને તેના કારણે રિટર્ન ફાઇલ થઇ રહ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.