તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:સરકારના આઉટ સોર્સના કર્મીઓનું જ આર્થિક શોષણ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગાર બીલ રૂ.15445 અને ચુકવાયા રૂ.6800 !!
  • મામલતદાર, પ્રાંત, પુરવઠા સહિતની કચેરીના ઓપરેટરો હડતાલ પર, પ્રજાના કામો ઠપ્પ

એક તરફ સરકાર પ્રજાનું શોષણ અટકાવવા પ્રયાસ કરે છે પરંતુ બીજી તરફ ખુદ સરકારના આઉટસોર્સથી રાખેલા કર્મચારીઓનું જ શોષણ થઈ રહ્યું છે. કલેકટર કચેરી સંલગ્ન કચેરીઓમાં ભાવનગર જિલ્લામાં 550 જેટલા કર્મચારીઓને પગારબીલ રૂ.15445 નું બનતું અને આ મહિને કોરોના તેમજ વાવાઝોડામાં કરેલા કામગીરીને બિરદાવ્યુ હોય તેમ માત્ર રૂ.6800 જ ચૂકવવામાં આવતા રોષે ભરાયેલા ઓપરેટરોએ જિલ્લાભરમાં હડતાલ પાડી હતી. જેને કારણે આજે જિલ્લાભરમાં નાગરિક સુવિધા કેન્દ્ર, સરકારી સહાય સહિતના કામો બંધ રહ્યા અને નાગરિક સુવિધા કેન્દ્ર પર અરજદારોની લાંબી લાઈનો લાગી.

જિલ્લામાં ખેડૂતોના 7/12, 8/અ ની નકલ હોય કે સરકારની વિવિધ સહાયો હોય, રેશનકાર્ડનું કામ હોય કે અસરગ્રસ્તોના ચૂકવણા હોય તમામમાં આઉટસોર્સથી રાખેલા ડેટા એન્ટ્રી ઓપરેટરોની મહત્વની ભૂમિકા છે. પરંતુ લોકોને સીધી સ્પર્શતી સેવાઓમાં કામ કરનાર આ કર્મચારીઓનું જ શોષણ થઈ રહ્યું છે.

ભાવનગર જિલ્લામાં 550 જેટલા ડેટા એન્ટ્રી ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઝ પર એ.બી. એન્ટરપ્રાઇઝ દ્વારા નિમણૂક આપવામાં આવી છે. ઓછા પગારથી જેથી રોષે ભરાયેલા ડેટા એન્ટ્રી ઓપરેટરોએ આજે જિલ્લાભરમાં હડતાલ પાડી સ્થાનિક કક્ષાએ મામલતદાર અને પ્રાંતમાં તેમજ જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા એજન્સી હસ્તકના કર્મચારીઓ હોવાથી તેમને રજૂઆત કરવા જણાવી હાથ ઉંચા કરી દીધા હતા.

શુ છે પ્રશ્નો ?

  • દૈનિક ભથ્થુ રૂ.335.40 લેખે ટેન્ડર મુજબ મળતું નથી.
  • ESIC નો કોઈ ઉલ્લેખ નથી.
  • પે સ્લિપ, ઈ.પી.એફ., વીમાની પણ અસુવિધા
  • અન્ય યોજનાઓ અને ચૂંટણીના કામોમાં ઓવરટાઈમ કરેલો હોવા છતાં કોઈ વળતર મળેલ નથી.
  • બોનસ પૂરું મળતું નથી,પગારનો વધારો પણ આપેલો નથી.
અન્ય સમાચારો પણ છે...