એજ્યુકેશન:ગુજરાતી માધ્યમમાં ટેટની ભરતી માટે માત્ર આશ્વાસન

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવે ભરતી પ્રક્રિયા પ્રોસેસમાં હોવાનો જવાબ
  • 3 વર્ષ થયા છતાં હજી ધો.1થી 8માં ગુજરાતી માધ્યમમાં ટેટ પાસ ઉમેદવારોની ભરતી થઇ નથી

ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારો દ્વારા ગુજરાતમાં ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી કરવા બાબત કેન્દ્રીય શિક્ષણ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતના શિક્ષણ મંત્રાલયના ઉપ સચિવ દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગમાં ટેટ પાસ ઉમેદવારોની ભરતી અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. જેમના જવાબ રૂપે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અરજદારને જણાવવામાં આવ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા અન્ય માધ્યમની 1થી 8ની ભરતી પૂર્ણ કરવામાં આવી. હાલ ગુજરાતી માધ્યમની ભરતી પ્રક્રિયા પ્રોસેસમાં છે.

23/10/2019માં જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જે વિદ્યાસહાયક ભરતી કરવાનું આયોજન છે એમાં પહેલા અન્ય માધ્યમની વિદ્યાસહાયક (ધો.1થી ધો.8)ની ભરતી કર્યા પછી ગુજરાતી માધ્યમની ભરતી કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું. અન્ય માધ્યમની ભરતી પૂર્ણ થઈ ગય હોવા છતાં ગુજરાતી માધ્યમની જાહેરાત આપવામાં નથી આવતી. 3 વર્ષથી ઉમેદવારો હવે રાહ જોઈ જોઈ થાકી ગયા છે તેમ ટેટ ઉમેદવારોના પ્રતિનિધિ હરદેવ વાળાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...