તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જિલ્લામાં 7.5 લાખ પશુઓ વચ્ચે માત્ર 8 વેટરનરી ડોકટર

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 કેન્દ્રોમાં પશુ સારવારની સુવિધા તો છે પણ આપવા વાળુ કોઈ નથી : વૈકલ્પિક સુવિધા પણ નથી
  • 12 પશુ સારવાર કેન્દ્ર પર પશુધન નિરીક્ષક નથી, ભરતીનાં કોઈ એંધાણ ન હોવાથી પશુપાલકો પરેશાન
  • સમગ્ર જિલ્લામાં 28 પશુ ડોકટરોની નિમણૂંકને મંજુરી વચ્ચે માત્ર 8 વેટરનીટી ડોકટર ફરજ પર

ભાવનગરમાં કુલ 28 જેટલા પશુ દવાખાનામાં પશુ ચિકિત્સા અધિકારી ની જરૂર હોય છે. જિલ્લામાં આવેલા તમામ પશુ દવાખાના માંથી ફક્ત 10 દવાખાનાઓ માં ડોકટર છે જ્યારે બાકીની 18 ડોકટર ની જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે. ત્યારે પશુ પાલકો ની સુવિધાઓ વધી રહી છે. દૂર દૂર નાં તાલુકાઓમાં પશુપાલન નો વ્યવસાય કરતા લોકો માટે તેમના પશુ ખરેખર તેમની માટે ધન સમાન છે છતાં 64 ટકા પશુ ચિકિત્સકોની જગ્યા ભરેલી નથી.

સરકારી પશુ દવાખાના અને પ્રથામિક પશુ સારવાર કેન્દ્રો કરોડો નાં ખર્ચે બનાવવામાં આવે છે. પરંતુ ભરતી તરફ ધ્યાન ન આપવાના લીધે પશુધન રામભરોસે સારવાર લઈ રહ્યું છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નથી. ઘણા હોસ્પિટલોમાં કમ્પાઊંડર પણ ઉપલબ્ધ નથી.

દર વર્ષે રોગથી ઘણા મોટા પ્રમાણ માં પશુઓની મૃત્યુ નીપજે છે. ત્યારે તંત્ર દ્વારા જો થોડું પણ ધ્યાન આપવામાં ન આવે તો પરિસ્થતિ દિવસે દિવસે વણસતી જવાની છે. જિલ્લામાં 19 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો આવેલા છે જેમાંથી ફક્ત 7 કેન્દ્રો પર પશુધન નિરીક્ષક ની હાજરી છે. બાકી નાં 12 કેન્દ્રો પર સારવારની સુવિધા તો છે પણ સારવાર આપવા કોઈ હાજર નથી.

ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ભરતી થતી નથી
પશુ ચિકિત્સક ઓછા છે તે વાત તદ્દન સાચી છે પરંતુ ડોકટરો ની ભરતી જી.પી.એસ.સી. દ્વારા અને પશુધન નિરીક્ષક ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે માટે તંત્ર આમાં કંઈ કરી શકે નહિ. સરકારે જ હવે ભરતીઓ કરવી જોઈએ. જોકે તાલુકા લેવલે અલગ અલગ ડેરી દ્વારા બે થી ત્રણ ખાનગી ડોકટરોને નિયુક્ત કરવામાં આવતા હોય છે જેથી તેમના ત્યાં આવતાં પશુ માલિકોને જરૂર પડે તો તેમને મદદ અને પશુને સારવાર આપી શકાય. > ડો.ડી.એમ. શાહ, નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત

સનેસ કે માઢીયામાં પશુ દવાખાનાની જરૂર
23 દિવસ પહેલા મારી ત્રણ ભેંસો ડોકટર ન મળવાનાં લીધે મરી ગઈ. ભેંસોને રોગ હતો તે ભેદી હતો માટે છેક ભાવનગર સુધી સારવાર માટે આવવું પડે. માટે જો સનેસ કે માઢીયા ગામમાં પશુ દવાખાનું શરૂ થાય તો ગામમાં 8-10 કિ.મી.થી વધુ દૂર ન જવું પડે. > દેવાભાઈ રાઠોડ, પશુપાલક માઢિયા

પશુ દવાખાનામાં ચિકિત્સક અને નિરીક્ષકની સ્થિતિ
પશુ ચિકિત્સા અધિકારી ( હાજર) : ભાવનગર, ઘોઘા, તળાજા, ત્રાપજ, મહુવા, જેસર, પાલીતાણા, શિહોર, ઉમરાળા, વલ્લભીપુર.
ખાલી જગ્યાઓ : નારી, વાળુકડ, દિહોર, દાઠા, ઠળિયા, ગુંદરણા, મોટા ખુટવડા બગદાણા , સાતપડા, ગારીયાધાર, કુંભણ, સોનગઢ, સણોસરા, દેવગણા, રંધોળા, પાટણા
પશુધન નિરીક્ષક ( હાજર) : સરતાનપર, પીથલપુર, સેદરડા, ખારી, દડવા, રતનપર, જુના રતનપર (ગા), મોટી વાવડી.
ખાલી જગ્યાઓ : કોળિયાક, વેળાવદર, મોરચંદ, તણસા, જસપરા, અમૃતવેલ, લોગડી, બોદાનાનેસ, નોંધનવદર, ગણેશગઢ, હળીયાદ

​​​​​​​

જિલ્લામાં કેટલું પશુધન
પશુધનકુલ સંખ્યા
ગાય2,26,206
ભેંસ2,91,561
ઘેટાં1,28,088
બકરી1,04,133
કુલ7,44,988

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો