તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના આઉટ:95 દિવસ બાદ માત્ર 8 કેસ નોંધાયા, જિલ્લામાં 395 એક્ટિવ દર્દીઓ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંગળવારે જિલ્લામાં પોઝિટિવ કેસ કરતા નવ ગણા દર્દી કોરોનામુક્ત થયા

ભાવનગર જિલ્લામાં હવે કોરોના ને હરાવી સાજા થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના નવા 8 કેસ મળ્યા હતા તેની સામે નવ ગણા દર્દીઓ એટલે કે 72 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. ભાવનગર જિલ્લામા આજરોજ 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21,354 થવા પામી છે.

જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 3 પુરૂષ અને 1 સ્ત્રી અને તાલુકાઓમાં 2 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 4 અને તાલુકાઓમાં 68 કેસ મળી કુલ 72 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

મ્યુકરમાઇકોસિસનાં પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા
ભાવનગર જિલ્લામાં આજે મ્યુકર માઇકોસીસનાં 5 સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 125 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ 125 કેસ નોંધાયેલા પૈકી 115 કન્ફર્મ કેસ, 7 સસ્પેક્ટેડ કેસ અને 3 નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં 12 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...