તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંથરગતિ:તળાજામાં વાવાઝોડા બાદ હજુ 5 ટકા જ કામગીરી પૂર્ણ થઇ !

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાજામાં ખેતીવાડીમાં વીજ પ્રશ્ને ધારાસભ્યની ચિમકી
  • તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ ઉર્જા મંત્રીને કરી રજુઆત

તાઉતે વાવાઝોડાએ તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી જેમાં કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓને તથા લોકોની ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલ છે તો કેટલીક નાશ પામેલ છે. તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજપોલ પડી જવાથી અને વીજલાઈનો તૂટી જવાના કારણે અંધારપટ છવાઈ જવા પામેલ જેથી ગ્રામ વિસ્તારમાં તાકીદે ખેતી વિષયક પુરવઠો શરૂ કરવા તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે.

તળાજામાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં રહે છે, તેવા લોકોને ખેતી વિષષક વીજળી વગર પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. હાલ વીજ લાઈનોનું સમારકામ કરવાનું અને વીજપોલ ઉભા કરવાનું કામ ચાલુ છે. વાવાઝોડાને 25 દિવસ જેટલો સમય થવા છતાં લગભગ 5 % જેટલું જ કામ પૂર્ણ થયેલ છે, સ્ટાફ ઓછો હોવાના કારણે અત્યંત મંથરગતિએ કામ ચાલી રહ્યું છે. ચોમાસુ નજીકમાં છે ત્યારે જો કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ વાડી વિસ્તારમાં કામ થઈ શકશે નહીં અને પ્રજાને ખૂબ જ મુશ્કેલી ઉભી થશે.

આર્થી તળાજા ગ્રામ્ય વિસ્તારમાં વીજલાઈનોનું સમારકામ કરાવવા અને વીજપોલ ઉભા કરવા માટે તાત્કાલિક અન્યત્ર જગ્યાએથી વીજ ટીમો ફાળવી, ખેતીવિષયક વીજપુરવઠો સત્વરે ચાલુ કરાવવા માટે આપની કક્ષાએથી સંબંધિતને જરૂરી સૂચના આપવા રજુઆત કરી છે. તા.17.6.21 ગુરૂવાર સુધીમાં તળાજા ખાતે અન્યત્ર જગ્યાએથી વીજ ટીમો ફાળવી કામ પૂર્ણ કરાવવામાં નહીં આવે તો તળાજાના અસરગ્રસ્ત લોકો અને આગેવાનોને સાથે રાખીને તા.18.6.21 શુક્રવારથી પ્રાંત કચેરી, તળાજા ખાતે નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...