તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સર ટી.ની નોન કોવિડ ઓપીડી શરૂ સારવાર માટે ફક્ત 42% દર્દીઓ હાજર

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્જરી, બાળરોગ વિભાગો કરતા અન્ય વિભાગોમાં ઓછા દર્દીઓ

સર.ટી. હોસ્પિટલ ખાતે તાજેતરમાં નોન કોવિડ ઓ.પી.ડી. શરૂ કરી દેવામાં આવી છે. પહેલી તારીખથી શરૂ થયેલી ઓ.પી.ડી. માં 595 દર્દીઓની રોજિંદી સરેરાશ છે. કોરોના પહેલા અહીં રોજિંદા 1400 ની આસપાસ દર્દીઓ આવતા હતા.એટલેકે અત્યારે કોરોના પહેલા નાં સમય કરતાં 42 ટકા દર્દીઓ જ આવે છે. હાલમાં શરૂ થયેલ ઓ.પી.ડી. માં દર્દીઓની સંખ્યા અડધી છે. હાલમાં સર્જરી, બાળરોગ, સ્ત્રીરોગ, મેડીસિન વગેરે વિભાગ ની ઓ.પી.ડી.માં દર્દીની સંખ્યા સૌથી વધુ હોય છે. જ્યારે ડેન્ટલ અને આંખની OPDમાં દર્દીઓની સંખ્યા ઓછી છે.

કોરોના પહેલા સર.ટી ખાતે જાન્યુઆરી 2020 માં 47,219 દર્દીઓ , ફેબ્રુઆરી માં 46,134 દર્દીઓ અને માર્ચ મહિનામાં 42,071 દર્દીઓ ઓ.પી.ડી. માં આવ્યા હતા. આ મહિનાઓમાં રોજિંદા 1400 થી 1500 દર્દીઓ અહીં આવતા હતા. હજુ જોકે કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી છતાં સર.ટી. ખાતે દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. હાલમાં કોરોનાનાં દરદીઓને મ્યુકોરમાયકોસીસ પોઝિટિવ કોરોના નેગેટિવ દરદીઓને પણ અલગ રાખવામાં આવી રહ્યા છે.

છેલ્લા 8 દિવસનાં દર્દીઓ
તારીખOPDIn House
1 જૂન424 દર્દી112 દર્દી
2 જૂન615 દર્દી71 દર્દી
3 જૂન617 દર્દી64 દર્દી
4 જૂન624 દર્દી70 દર્દી
5 જૂન705 દર્દી75 દર્દી
6 જૂન248 દર્દી55 દર્દી
7 જૂન795 દર્દી83 દર્દી
8 જૂન738 દર્દી54 દર્દી
ટોટલ4766 દર્દી584 દર્દી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...