ભાવનગર ઈચ્છે છે રાજકીય સફાઈ ઝુંબેશ..:માત્ર 4 વ્યક્તિએ મોદીનું સ્વાગત કર્યું સોશિયલ મીડિયામાં મેસેજનો મારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં ગત રવિવારે નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ ભાજપના આગેવાનોનો જૂથવાદ સોશિયલ મિડીયા મારફત બહાર આવ્યો

િવધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ગણતરીના દિવસોમાં જ ભાજપ પણ ઉમેદવારોના તબક્કા વાર નામો જાહેર કરશે. પરંતુ તે પૂર્વે હજુ પણ ભાવનગર શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સમ્યો નથી અને સોશિયલ મીડિયા મારફત પણ સીટીંગ ધારાસભ્યોનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ભાજપના જ આગેવાનો કાર્યકરોમાં આંતરિક વિખવાદ ચરમશીમાએ આવતા બંને જૂથ પણ એક સમયે સામસામે આવી ગયા હતા.

તાજેતરમાં ભાવનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસ રૂપ ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા મારફત ભાવનગર ઈચ્છે છે શાંતિ સલામતી સમૃદ્ધિ ગુંડાઓથી મુક્તિ, ભાવનગરમાં દીવડા પાછળ અંધારું છે, ભાવનગર ઈચ્છે છે નવા ચહેરા, ભાવનગર ઈચ્છે છે મોટી રાજકીય સફાઈ ઝુંબેશ..

સહિતના સ્લોગન સોશિયલ એરિયામાં વહેતા મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદીના સ્વાગતમાં તસવીર સાથે સોશિયલ મીડિયામાં માત્ર ચાર જ વ્યક્તિઓ દ્વારા સ્વાગત કરાયાનું ભારપૂર્વક વહેતું થતા તેના પણ કટાક્ષ ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા કરાયા હતા.

ભાવનગર આવેલા નરેન્દ્ર મોદી કોની સાથે હાથ મેળવ્યો, કોની સામે હસ્યા અને કોની સામે કરડી નજરથી જોયું ? તેનો પણ ભાજપના આગેવાનો કાર્યકરો ઉમેદવારી સાથે સાંકળી સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો ચલાવ્યો છે. જોકે, ભાજપ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસોમાં જ નામો જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...