ભાવનગર કોરોના LIVE:જિલ્લામાં ઘટતા સંક્રમણ વચ્ચે કોરોનાનો કહેર, આજે 3 દર્દીઓના મોત, નવા 11 કેસ નોંધાયા

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વધુ 28 લોકોએ કોરોનાને માત આપી
  • શહેરમાં 45 અને ગ્રામ્યમાં 27 દર્દીઓ મળી કુલ 72 એક્ટિવ કેસ

ભાવનગરમાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી. આજે ભાવનગર જિલ્લામાં 11 કેસ નોંધાયા હતા. તેમજ 28 લોકોએ કોરોનાને માત આપી હતી. જોકે, આજે કોરોનાથી 3 લોકોના મોત પણ થયા હતા. શહેરમાં 45 અને ગ્રામ્યમાં 27 દર્દીઓ મળી કુલ 72 એક્ટિવ કેસ છે.

ભાવનગર શહેરમાં આજે 7 નવા કેસ નોંધાયા હતા, જેમાં 4 પુરુષનો અને 3 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે 26 દર્દીઓ કોરોનાને માત આપી હતી. જયારે ગ્રામ્યમાં પણ 4 કેસ નોંધાયા હતા, જેમાં 2 પુરુષ અને 2 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 2 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે શહેરમાં 1 અને ગ્રામ્યમાં 2ના મોત નીપજ્યા હતા.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 26 અને તાલુકાઓમાં 2 કેસ મળી કુલ 28 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને 45 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં 27 દર્દી મળી કુલ 72 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 29 હજાર 180 કેસ પૈકી હાલ 72 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 357 દર્દીઓનું અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...