તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:દોઢ લાખ બાળકો વચ્ચે માત્ર 39 બાળરોગ નિષ્ણાત તબીબ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રથમ લહેરમાં 12 મહિનામાં સંક્રમિત દર્દીઓ જેટલા જ બીજી લહેરમાં 60 દિવસમાં કોરોનાનાં શિકાર

દેશભરમાં હજી કોરોના ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ત્રીજી લહેર આવવાની વાતો પણ ચર્ચાઈ રહી છે. આ ત્રીજી લહેર માં બાળકો પર સંક્રમણ વધારે થશે તેવું નિષ્ણાતો નું માનવું છે. જોકે આ સંક્રમણ થવાની શક્યતા ખૂબ ઓછી છે. કોરોના ની પહેલી લહેર દરમિયાન અંદાજે 4672 લોકો જ્યારે બીજી લહેરમાં 9224 જેટલા ભાવનગર વાસીઓ સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેર માં 21 હજાર 207 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ આંકડાઓ પર નજર કરતા કોરોના ની ત્રીજી લહેરમાં સંક્રમણ વધવાની શક્યતાઓ છે.

પહેલી લહેર કરતા બીજી લહેરમાં અંદાજિત બે ગણા વધારે દર્દીઓ સંક્રમિત થયા છે. છેલ્લા 12 મહિનામાં જેટલા લોકોને કોરોના થયો છે તેટલા જ દર્દીઓને ફક્ત એપ્રિલ અને મે મહિનામાં કોરોના નું સંક્રમણ થઈ ચૂક્યું છે. ત્યારે ત્રીજી લહેર માટે આરોગ્ય વિભાગ ની મિટિંગ શરૂ થઈ ગઈ છે પરંતુ નક્કર પગલાંઓ લેવાવાનાં બાકી છે.ત્રીજી લહેર માં બાળકો નાં સંક્રમણ ની શક્યતાઓ ખૂબ વધારે છે ત્યારે ભાવનગર માં 1 લાખ 44 હજાર 189 બાળકો ની ઉંમર 15 વર્ષથી ઓછી છે અને તેની સામે શહેર જિલ્લામાં થઈને કુલ 39 જ બાળરોગ નિષ્ણાતો છે. આ આંકડાઓ મુજબ ભાવનગર માં 3700 બાળકો માટે ફક્ત એક જ બાળરોગ નિષ્ણાત હાજર છે.

કોરોનાની ત્રીજી લહેરમાં કેટલાક મુદ્દા યાદ રાખવા જેવા છે. એડલ્ટ આઇ.સી.યુ. માં કામ કરેલા સ્ટાફ માટે પી.આઇ.સી.યુ. માં કામ કરવું અઘરું છે. 8 વર્ષથી ઓછા બાળકોને માતા પિતા થી અલગ રાખી શકાતા નથી. ત્યારે તેવા ખૂબ વધારે બાળકોને સંક્રમણ થાય તો અલગ અલગ હોસ્પિટલો માં બેડ ની અછત ની પરિસ્થતિ સર્જાઈ શકે. પહેલી અને બીજી વેવ માં મોટાભાગ નાં 40 થી વધુ ઉંમર નાં લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 18 થી વધુ ઉંમર નાં લોકો નું રસીકરણ થઈ રહ્યું છે ત્યારે બાળકો સૌથી વધારે ભય નાં ઘેરા માં છે તેવી એક ધારણા છે.

કોરોના સામે સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ

  • કુલ કોવીડ હોસ્પિટલ 45 અને 69 હેલ્થ કેર સેન્ટર
  • દર્દીઓ માટેનાં કુલ બેડ સિટી : 2040, ગ્રામ્ય: 400
  • કુલ વેન્ટિલેટર સિટી : 191,ગ્રામ્ય : 45

ત્રીજી લહેરમાં રીંગ ઇન્મ્યુનીટી ખૂબ કારગત સાબિત થશે
માતા પિતા એ હંમેશા બાળકો નાં સંપર્કમાં આવતા પહેલા સેને ટાઇઝ થવું જોઈએ. બાળકોને ઘરનો ખોરાક આપવો, કસરત અને રમત માટે પ્રોત્સાહિત કરવા કારણકે ઘણા બાળકોમાં ખરાબ ખોરાક અને વજન વધવાના લીધે પણ સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્રીજી લહેરમાં રીંગ ઇન્મ્યુનીટી ખૂબ કારગત સાબિત થશે. એટલેકે બાળકની આસપાસ નાં લોકો , માતા પિતા, દાદા દાદી વગેરે નું રસીકરણ થવું. અત્યારે બાળકો પણ ઘરની બહાર નથી નીકળી રહ્યા ત્યારે રીંગ ઇન્મ્યુનીટી નાં લીધે અસર થતી બચાવી શકાય છે.- ડો.પ્રકાશ આદેસરા, બાળરોગ નિષ્ણાત

અન્ય સમાચારો પણ છે...