તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મતદાન બુથ પર રસીકરણ માટે 19% લોકો જ પહોંચ્યા, કોરોનાની ત્રીજી લહેરમાં કેમ લડાશે ?

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવે નિયત કેન્દ્રો પર જ રસીકરણ, શહેરમાં લોકોની રસી લેવા પ્રત્યે અનહદ ઉદાસીનતા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 5 થી 10 ટકા લોકોના અભિપ્રાય બાદ 13 વોર્ડ નાં ઇલેક્શન બુથ પર રસીકરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા કર્યા બાદ પણ 762 જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું છે. એટલેકે કુલ સ્લોટ નાં ફક્ત 19 ટકા લોકોએ જ રસીકરણ કર્યું છે. એક સર્વે અનુસાર કેટલાક લોકોને રસી તો લેવી છે પરંતુ રસીકરણ માટે ક્યાં જવું તેનો જ ખ્યાલ નથી.આ પ્રશ્ન નાં ઉત્તરરૂપે મ. ન.પા દ્વારા એક દિવસ માટે 13 વોર્ડ પર રસીકરણ યોજવામાં આવ્યું હતું. કારણકે દરેક વ્યક્તિ ને ઇલેક્શન બુથ વિશે તો ખ્યાલ હોય જ છે.

છતાં અત્યાર સુધીમાં થતું 40 ટકા રસીકરણ , મતદાન મથકો પર 21 ટકા ઘટી ગયું હતું. રોજિંદા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે 4000 સ્લોટ રાખવામાં આવતા હોય છે. જેમાં બુધવારે 1669 અને મંગળવારે 1952 વ્યક્તિઓનું રસીકરણ થયું હતું. મહાનગરપાલિકા દ્વારા લોકોનું રસીકરણ થાય તે માટે સોસાયટી માં જઈને, નેતાઓને દ્વારા, મતદાન મથકો પર રસીકરણ વગેરે જેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છતાં લોકો રસીકરણ માટે આવી રહ્યા નથી. જો ભાવનગર ની જનતા રસીકરણ પ્રત્યે આ હદે જ ઉદાસીન રહી તો ત્રીજી લહેર માં કેમ લડી શકાશે તે યક્ષ પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...