એજ્યુકેશન:ધો.12 સાયન્સમાં જિલ્લાના 4275 છાત્રોનું આજે ઓનલાઇન રિઝલ્ટ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં બી ગ્રુપમાં 3125 વિદ્યાર્થીઓ
  • ​​​​​​​આજે સવારે 10 કલાકે વેબસાઈટ www.gseb.org પર પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે બોર્ડની પરીક્ષા મોડી લેવામાં આવી હોવા છતાં ધો.12 સાયન્સનું પરિણામ મે માસના બીજા સપ્તાહમાં જાહેર કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. તા.12 મેને ગુરૂવારે સવારે 10 કલાકે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થશે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ધો.12 સાયન્સના કુલ 95,982 અને ભાવનગર જિલ્લામાં કુલ 4275 વિદ્યાર્થીઓનું પરિણામ આવતી કાલ ગુરૂવારે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરાશે.

ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ ગુરૂવારે ઓનલાઇન જાહેર કરવામાં આવશે જેમાં ભાવનગર જિલ્લામાં એ ગ્રુપમાં 1150 અને બી ગ્રુપમાં 3175 વિદ્યાર્થીઓ મળીને કુલ 4275 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર (સીટ નંબર) એન્ટર કરીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવામાં આવશે. આ અંગેની જાણ હવે પછી કરવામાં આવશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.

પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત રહેવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને નોંધ લેવી

ગુજકેટની ફાઇનલ આન્સર ફી જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની લેવાયેલી પરીક્ષાના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન તથા જીવ વિજ્ઞાન વિષયોના પ્રશ્નપત્રના સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર કી 28 એપ્રિલે જાહેર કરાયા બાદ રજૂઆતોના અંતે ફાઇનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે.

જિલ્લામાં ગુજકેટના 4948 વિદ્યાર્થીઓનુ સાથે પરિણામ
ધો.12 સાયન્સ બાદ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ આવતી કાલ તા.12 મેને ગુરૂવારે બોર્ડની વેબસાઇટ વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. આ વર્ષે ભાવનગરમાં કુલ 4948 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તેઓનું પરિણામ ગુરૂવારે જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...