સાવધાન:ઓનલાઇન દવાના વેચાણથી દર્દીના જીવન સાથે ચેડા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન દવાના વેચાણથી ડુપ્લિકેટ દવા અને પ્રતિબંધિત ડ્રગ્ઝ સાથેની દવાના વેચાણનો ખતરો
  • યુવાનો નશાકારક દવાઓ આસાનીથી મેળવી લે છે

ભાવનગરમાં કેમિસ્ટ એસો.નું ખધિવેશન મળી રહ્યું છે ત્યારે ઓનલાઇન દવાના વધેલા વેપારનો મુદ્દો ચર્ચામાં છે. ભાવનગર સહિત ભારતભરમાં ઓનલાઇન દવાનો ધંધો ભલે કુલ દવાના ધંધાના 2થી 3 ટકાનો જ હોય પણ હકીકત એ છે કે આ ઓનલાઇન દવાના ધંધાથી ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. ઓનલાઇન દવાના નામે દ્વારા સીધી જ હોમ ડિલીવરી કરવામાં આવે છે.

ઓનલાઇન બિઝનેસ હાલમાં ફૂલીફાલી રહ્યો છે. કેટલીક દવાનુ઼ વેચાણ કરતી ઓનલાઇન કંપની એનસીબીએ જે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે તે દવાઓ પણ ઓનલાઇન વેચાઇ રહી છે નેટ્રાઝીપમ, કલોનીઝિપમ, આલ્પ્રાઝોલમ સહિતની ડ્રગ્સ યુક્ત દવાનું વેચાણ કરે છે અને આ રીતે પ્રતિબિંધિત દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. તો અસલી નકલી દવાનો ભેદ પણ ઓનલાઇન દવામાં પારખવો લગભગ અશક્ય હોય ઓનલાઇન વેચાણથી ડુપ્લિકેટ દવાનું વેચાણ પણ આ રીતે ઓનલાઇન થાય છે.

હવે આપણા દેશમાં ઓનલાઇન દવાનો વેપાર મહત્વની ભૂમિકા ભજવે છે.જ્યારે હકીકત એ છે કે વિકસિત દેશમાં પણ દવાનો ધંધો ઓનલાઇન નથી. આથી સરકારે આ અંગે કોઇ અસરકારક પગલાં લેવા જોઇએ. કારણ કે ઓનલાઇન દવાના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે કોઇ પણ સંજોગોમાં યોગ્ય નથી. દવાઓનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે છે, તેથી તમારે દવાઓ ખરીદતી વખતે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને, જ્યારે તમે ઓનલાઈન દવાઓ ખરીદો છો, ત્યારે છેતરપિંડી થવાની સંભાવના ઘણી વધારે છે.

વિશ્વમાં ક્યાંય આ રીતે ઓનલાઇન દવાઓ વેચાતી નથી
ઓનલાઇન દવાના વેચાણ સામે મુખ્ય બે વાંધા છે એક તો આ રીતે વેચાણથી નકલી દવાઓના બજારને પ્રોત્સાહન મળે છે. ગ્રાહકો દવા મગાવ્યા બાદ તેની ચકાસણી કરીને લઇ શકતા નથી. જે દવા ઓનલાઇન આવે તે લઇ લેવી પડે છે. આ ઉપરાંત પ્રતિબંધિત દવાઓ કે ડ્રગ્ઝ પણ ઓનલાઇન દવાના નામે વેચાય છે.

વિશ્વના કોઇ દેશમાં આ રીતે ઓનલાઇન દવાનું વેચાણ થતું નથી. ભારતમાં તો ઓનલાઇન નશાકારક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. તેની સામે પગલા લેવા અત્યંત આવશ્યક છે. > પ્રદીપભાઈ મહેતા, પ્રમુખ, ભાવનગર ડિસ્ટ્રીક્ટ ડ્રગીસ્ટ એન્ડ કેમિસ્ટ એસો.

આટલું અચૂક યાદ રાખો
જો કોઇ ગ્રાહક ઓનલાઈન પ્લેટફોર્મ પરથી દવા ખરીદે તો યાદ રાખવું કે ઓનલાઇન પ્લટેફોર્મથી ઉપલબ્ધ પ્રોડક્ટ ઓછા પ્રમાણભૂત અથવા નકલી હોવાની શક્યતા છે. જ્યારે કોઈ વેબસાઈટ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત વિના દવા વેચવા માટે તૈયાર હોય, ત્યારે તેને લાલ નિશાની તરીકે ધ્યાનમાં લો અને આવી વેબસાઈટ પરથી દવાઓ ખરીદવાનું ટાળો.

અન્ય સમાચારો પણ છે...