તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Online Education Is The Best Option When Real Education Is Not Possible, Group Discussion Of Experts Held On The Impact Of Online Education Implemented Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન શિક્ષણ:પ્રત્યક્ષ શિક્ષણ શક્ય ન હોય તે સમયે ઓનલાઇન શિક્ષણ જ શ્રેષ્ઠ વિકલ્પ, આજના સમયમાં અમલી થયેલા ઓનલાઇન શિક્ષણની અસર વિષયે યોજાઇ નિષ્ણાતોની જૂથ ચર્ચા

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજના કોરોનાની મહામારીના યુગમાં શાળામાં શિક્ષણ શક્ય નથી ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે આ ઓનલાઇન શિક્ષણની અસર વિષયક વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચે રસપ્રદ જૂથ ચર્ચા યોજાઇ ગઇ જેમાં તમામ તજજ્ઞોએ એ વાતે સહમત થયા કે ઓનલાઇન એ પ્રત્યક્ષ શિક્ષણનો વિકલ્પ બની શકે નહીં પરંતુ અન્ય કોઇ વિકલ્પ ન હોય ત્યારે ઓનલાઇન શિક્ષણ એ શ્રેષ્ઠ વિકલ્પ બની વરદાનસ્વરૂપ સાબિત થયું છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વર્ગખંડનું શિક્ષણ ઉત્તમ સાબિત થઇ ચૂક્યું છે. જ્યારે ઓનલાઇન શિક્ષણમાં ખુબની સાથે ખામી પણ છે.

બી-યુનિક એકેડેમીના સ્થાપક મેઘના ત્રિવેદી દ્વારા ઓનલાઇન શિક્ષણની અસર વિષયે આયોજિત આ પેનલ ડિસ્કશનમાં શું ઓનલાઇન પદ્ધતિમાં બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે? ઓફલાઇન પદ્ધતિમાં બાળકોના ડાઉટ સોલ્વ તરત થાય છે જે ઓનલાઇનમાં શક્ય નથી. તેનો ઉકેલ શું ? ઓનલાઇન સિસ્ટમ વધારે બાળકો સુધી પહોંચી શકે તો શું આ મર્યાદિત સીટ ફેક્ટરનું સોલ્યુશન છે ? ઓનલાઇન એજ્યુકેશન એ લોકો માટે જ શક્ય છે જેની પાસે બધી જ ઇ-ફેસેલીટી હોય.

શિક્ષણ એટલે માત્ર પુસ્તકીયું જ્ઞાન નથી. શાળામાં મિત્રો હોય, તેની સાથે આદન-પ્રદાન હોય, શિક્ષક અને સાથીઓ સાથે કમ્યુનિકેશન થાય, રમત-ગમત હોય, લીડરશિપના ગુણ શિખી શકાય, શારીરિક પ્રવૃતિઓ,ઇતર પ્રવૃતિઓ નૈતિકતાનું શિક્ષણ વિગેરે માટે વર્ગખંડઅને શાળા શિક્ષણ શ્રેષ્ઠ છે. તેનો કોઇ વિકલ્પ નથી.

આચાર્ય સંઘના પ્રમુખ પરેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે નવી શિક્ષણ નીતિમાં ટેકનોલોજીને વધુ મહત્વ મળવાનું છે તે સંદર્ભે ઓનલાઇન શિક્ષણએ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયા પછી પણ ચાલુ જ રહેશે તેમ અવશ્ય કહી શકાય. બાળકોના સર્વાંગી માનસિક અને શારીરિક વિકાસ માટે વર્ગખંડમાં શિક્ષણની પરંપરાગત પદ્ધતિ સર્વશ્રેષ્ઠ છે પરંતુ તેની સામે હાલ ઓનલાઇન સિસ્ટમ ઉચ્ચત્તર અભ્યાસ માટે ખાસ્સી મદદરૂપ બની રહી છે.

તેમ મનોચિકિત્સક ડો.કેયુર પરમારે જણાવ્યું હતું. આ ચર્ચામાં પરેશભાઇ ત્રિવેદી, ડો.કેયુર પરમાર, ચેતન ટાંક, દીપક ઠકરાર, બિન્દુબહેન વિગેરે જોડાયા હતા. અંતે એક તારણ નિકળ્યું હતુ કે ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણમાં ઓનલાઇન શિક્ષણ વધુને વધુ લોકપ્રિય બનતું જશે પણ પ્રાથમિક શિક્ષણમાં વર્ગખંડના શિક્ષણનો કોઇ વિકલ્પ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો