તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ઓનલાઇન શિક્ષણ થુંકના સાંધા જેવું વર્ગ શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કાળમાં પુરતી સુરક્ષા મળે તો જ વાલીઓ પોતાના સંતાનોને શાળામાં મોકલવા તૈયાર
 • કોરોના સામે સુરક્ષા એજ શાળાઓ માટે પ્રથમ આવશ્યકતા

સરકાર દ્વારા 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12 વર્ગ શિક્ષણ શાળાઓમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે તેના મિશ્ર પ્રતિભાવો સાંપડી રહ્યા છે. એક તરફ શિક્ષકો માને છે કે ધોરણ 10 અને ધો.12 જેવા મહત્વના બોર્ડના વર્ષ માટે વર્ગ શિક્ષણ વધુ સારું પરિણામ લાવી શકે તો વાલી વર્ગ એવું માને છે કે કોરોનાના કાળમાં શાળાઓમાં પુરતી સુરક્ષાનો અમને અનુભવ થાય તો જ અમે બાળકોને શાળામાં મોકલશું. શિક્ષણવિદો કહે છે કે ઓનલાઈન શિક્ષણ એ 'થૂંક ના સાંધા ' છે કાયમી ઉકેલ નથી.વાસ્તવિક શિક્ષણ એ ખરેખર વાસ્તવિક જ છે.

છાત્રો સાથે આત્મિયતા વર્ગ શિક્ષણમાં જ શક્ય
હાલ ઓનલાઈન શિક્ષણ જેવો અન્ય વિકલ્પ નથી.ઓનલાઈન શિક્ષણથી શિક્ષણ ડીઝીટલ બન્યું. વિદ્યાર્થી સાથે આત્મીયતા વાસ્તવિક શિક્ષણમાં જ શક્ય છે.ઓનલાઈન શિક્ષણથી ગ્રામ્ય વિસ્તારોમાં ડેટા કનેક્ટીવીટી, ટેક્નિકલ મુશ્કેલીઓ છે - તરૂણ વ્યાસ, મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

ઓનલાઇન શિક્ષણ સમય અને સ્થળની સાનુકૂળતા
ઓનલાઇન શિક્ષણ સમય અને સ્થળની અનુકૂળતા કરી આપે છે. વર્ગખંડ શિક્ષણ સામુદાયિક પદ્ધતિને પ્રોત્સાહન આપી સમસ્યાનો ઉકેલ લાવે છે. વર્ગખંડમાં ભાવાવરણ સ્થાપિત થતાં શીખવાની ક્ષમતા વધે છે. સાપ્રંત વાતાવરણ વર્ગખંડમાં સાનુકૂળ નથી. - તખુભાઈ સાંડસુર, શિક્ષણ વિશેષજ્ઞ

સ્કૂલો સાથે વાલીઓએ ચર્ચા બાદ બાળકોને મોકલવા
વાલીઓએ સ્કૂલ સાથે ચર્ચા કરી કોરોનાના પૂરતા પ્રિકોશન લઈને બિલકુલ ડિસ્ટન્સ મેન્ટેન કરીને પણ મુકવા જવું જોઈએ દરેક બાળક બીજી બધી જ જગ્યા એ જાય જ છે તો સ્કૂલે કેમ નહિ અને વાત રહી કે ભીડમાં ન જાય તો એ મુદ્દે સ્કૂલ સાથે ચર્ચા કરી ને પણ મોકલવા જોઈએ.- કમલ ત્રિવેદી, વાલીમંડળ

સુરક્ષાની ખાત્રી મળે તો જ બાળકો શાળાએ જશે
કોરોનાના સમયગાળામાં દરેક વાલીને પોતાના બાળકની તબિયતની ચિંતા હોય આથી જ્યાં સુધી શાળાઓ કોરોના સામે પૂરતા પગલાં ન લે ત્યાં સુધી કોઈ વાલી પોતાના બાળકને શાળાએ મોકલે નહીં.સંચાલકો સલામતી માટે પૂરતી ખાતરી આપે તે જરૂરી છે. - ભરત ચૌહાણ, વાલી મંડળ

કોરોના કાળમાં પુરતા વર્ગખંડો નથી તે હકીકત
કોરોના કાળમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી શકાય તેટલા વર્ગખંડો અને શિક્ષકો છે નહીં. શાળાના વાહનો સિવાય અન્ય વાહનોમાં શાળાએ આવતા વિદ્યાર્થીઓના આરોગ્યને સલામતી જોખમાય તે પણ શક્ય છે. - ડો. મહેશભાઈ દાફડા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક

ઓનલાઇન શિક્ષણ વર્ગખંડનો વિકલ્પ નથી
ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટ ફોન તથા કનેક્ટીવીટી ખૂબ જ જરૂરી છે , જે ગ્રામ્ય સ્તરે કનેક્ટીવીટી સમસ્યા તથા ગરીબ બાળકો પાસે સ્માર્ટ ફોનના અભાવે બાળકો શિક્ષણથી વંચિત રહે છે‌ ઓનલાઇન શિક્ષણ એ કદી પણ વર્ગ શિક્ષણનો વિકલ્પ ન બની શકે.- ભાવિન ભટ્ટ, સભ્ય, ગુજરાત શિક્ષણ બોર્ડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો