તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોઇસ ફિલિંગ:ફાર્મસીમાં ખાલી બેઠકો પર આજથી ઓનલાઇન ચોઇસ ફિલિંગ કરાશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા પ્રથમ વર્ષ ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના કોર્સીસ ચલાવતી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો ખાતે બીજા રાઉન્ડના સમાપન બાદ ખાલી રહી ગયેલી જગ્યાઓ ભરવાની થાય છે. બીજા રાઉન્ડ બાદ નોન રિપોર્ટિંગ, નોન એલોટમેન્ટ તેમજ પ્રવેશ રદના કારણે ખાલી બેઠકો તથા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ તા.7 અને તા.8 ડિસેમ્બર, બે દિવસ ખાલી રહેલી બેઠકો પર ઓનલાઇન કન્સેન્ટ અને ચોઇસ ફિલિંગ તેમજ ઓલ ઇન્ડિયા ક્વોટાની સીટ માટે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં આ વર્ષે મેરિટમાં સમાવેશ થયો હશે તે તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

ઇચ્છુક વિદ્યાર્થીઓએ વેબસાઇટ www.gujacpc.nic.in પર પોતાના લોગઇન આઇડીની મદદથી નિયમ સમયમાં ઓનલાઇન સંમતિ (કોન્સેન્ટ) રિશફલિંગ પર ક્લિક કરીને આપવાની રહેશે તેમજ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. તા.10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન ખાલી બેઠકો પર પ્રવેશની ફાળવણી કરવામાં આવશે તેમજ ફી ભરવાની રહેશે. વેબસાઇટ પર દર્શાવેલી બેઠકો ઉપરાંત ઉચ્ચ મેરિટ ધરાવતા ઉમેદવારોને પ્રવેશ મળતા તેમના દ્વારા ખાલી થયેલી આનુસાંગિક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ઉપલબ્ધ થવાની શક્યતાઓ હોય વધુ વિગત તેમજ છેલ્લાં અપડેટ માટે સમિતિની વેબસાઇટ www.gujacpc.nic.in જોતા રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો