તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપડા પુજન:હરિભકતો ચોપડા પુજનથી વંચિત ન રહે તે માટે BAPS મંદિર દ્વારા ઓનલાઇન ચોપડા પુજન કરાવાયુ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્વામિનારાયણ મંદિર, લોખંડ બજારમાં ચોપડા પૂજન, હનુમાનજી મહારાજનું પૂજન કરાયું

દર વર્ષે હજારો હરિભકોની હાજરીમાં સંતોની હાજરીમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદીર અક્ષરવાડી ખાતે ચોપડા પુજન કરવામાં આવતુ હતુ પણ આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાય રહે તે માટે ચોપડા પુજન બંધ રાખી પૂજય સ્વામીના સાનિધ્યમાં જ ચોપડા ઓનલાઇન પ્રસાદી રૂપેે આપવામાં આવ્યા હતા.અને મંિદરની અંદર કોઇપણ પ્રકારની ચોપડા પૂજનની વિધિ રાખવામાં આવી નહોતી. હરિભકતો ચોપડા પુજનથી વંચિત ન રહે તે માટે ઓનલાઇન વિધિ કરવામાં આવી હતી. મંદિરેથી આનંદ પ્રસાદ સ્વામીએ ઓનલાઇન વિધિ કરાવી હતી અને હરિભકતોએ ઘરે રહીને ચોપડા પુજન કર્યુ હતુ

.સ્વામીનારાયણ મંદિર લોખંડ બજાર ભાવનગરમાં દર વર્ષની જેમ આજે મંદિરના કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાનશ્રી સ્વામીનરાયણની આજ્ઞા પ્રમાણે શિક્ષાપત્રીના આદેશ અનુસાર આવક જાવકનો હિસાબ કાયમનામુ લખવુ તે અનુસાર વર્ષ દરમિયાન ઉપયોગમાં આવનાર ધંધા વ્યવસાય વગેરે બીઝનેસમાં ચોપડા, લેપટોપ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનિક સાધનોનુ પુજન અને ચોપડા પૂજન કરવામાં આવ્યુ હતુ. સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી અજય પ્રસાદદાસજી વૈદિક વિધિ તથા મંિદરમાં ચલ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ કે જે ભગવાન સ્વામીનારાયણે સ્વયંમ પુજેલાને ગોહિલવાડના પ્રેમી ભકતોને સેવા કરવા અાપેલા લાલજી સ્વરૂપનો વિધિવત પુજા થશે. ભગવાનશ્રી સ્વામીનરાયણની આજ્ઞા પ્રમાણે શિક્ષાપત્રીના આદેશ અનુસાર આવક જાવકનો હિસાબ કાયમનામુ લખવુ તે અનુસાર વર્ષ દરમિયાન ઉપયોગમાં આવનાર ધંધા વ્યવસાય વગેરે બીઝનેસમાં ચોપડા, લેપટોપ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનિક સાધનોનુ પણ પુજન ભકતો દ્વારા થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો