પરીક્ષા:ધો.12 સા.પ્ર.ની પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો તા.22 નવેમ્બરથી ભરાશે

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.12 સાયન્સની પરીક્ષાના આવેદન 25મીથી ભરાશે

ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી તથા સંસ્કૃત મધ્યમા પરીક્ષાના આવેદનપત્રો તા.22 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન ભરવામાં આવશે. આ પરીક્ષાના આવેદનપત્ર 21 ડિસેમ્બરે રાત્રિના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ www.gesb.org પર ભરી શકાશે. તેની તમામ સંબંધિતોને નોંધ લઇને સમયમર્યાદામાં આવેદનપત્રો ભરી દેવા ડીઇઓ એનજી.વ્યાસે જણાવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો 25 નવેમ્બરેથી 24 ડિસેમ્બરની રાત્રે 12 કલાક સુધીમાં ઓનલાઇન ભરી શકાશે.

આવેદનપત્રો ભરવા અંગેની તમામ વિગતો બોર્ડની વેબસાઇટ www.gesb.org પર મુકવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઇન આવેદનપત્રો ભરવાના રહેશે ધો.12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર વિદ્યાર્થી માટે ફી રૂ. 490, નિયમિત રિપીટરને એક વિષય માટે રૂ.140, બે વિષય માટે રૂ.220, ત્રણ વિષય માટે રૂ.285 અને ત્રણથી વધુ વિષય માટે ફી 490 રહેશે. પૃથ્થક ઉમેદવાર માટે એક વિષય માટે રૂ.140, બે વિષય માટે રૂ.220, ત્રણ વિષય માટે રૂ.285, ખાનગી નિયમિત ઉમેદવાર માટે રૂ.870, એક વિષય માટે રૂ.140, બે વિષય માટે રૂ.220, ત્રણ વિષય માટે રૂ.285 અને ત્રણથી વધુ વિષયો માટે રૂ.490 ફી ભરવાની રહેશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે. જ્યારે ધો.12 સાયન્સના આવેદનપત્રો માટે રેગ્યુલર વિદ્યાર્થી માટે ફી રૂ. 605, નિયમિત રિપીટરને એક વિષય માટે રૂ.180, બે વિષય માટે રૂ.300, ત્રણ વિષય માટે રૂ.420 અને ત્રણથી વધુ વિષય માટે ફી 605 રહેશે. તો પ્રાયોગિક વિષયની વિષય દીઠ ફી રૂ.110 રહેશે. આ તમામ ફીમાંથી વિદ્યાર્થિઓનીઓ તથા દિવ્યાંગોને મુક્તિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...