તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવ વધ્યા:ડુંગળીની નિકાસ બંધી ઉઠતા એક જ દિવસમાં મણે 126 રૂપિયા ભાવ વધ્યા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આગામી દિવસોમાં ડુંગળીનો મોટો જથ્થો બજારમાં આવશે

કેન્દ્ર સરકારે ગઈકાલે ડુંગળી પરથી નિકાસબંધી હટાવતાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવ અને આવક બંનેમાં વધારો થતા ખેડૂતોને પણ આગામી દિવસોમાં વધુ સારા ભાવની આશા બંધાય છે. ગઈકાલે ડુંગળી પરથી નિકાસબંધી ઉઠતા એક જ દિવસમાં આજે મણે ડુંગળીના ભાવમાં 126 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેમાં પણ આ વર્ષે સારો વરસાદ વરસતા ખેડૂતોએ સામાન્ય કરતા વધુ ડુંગળીનું વાવેતર કર્યું છે. નિકાસબંધી હટાવવા ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન, શહેર ભાજપ કિસાન મોરચો, જિલ્લા ભાજપ સહિતનાએ સરકારમાં રજૂઆતો પણ કરી હતી.

અંતે ગઈકાલે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી હટાવી લેવાનો નિર્ણય કરતા જ આજે તેની અસર પણ ડુંગળી બજારમાં દેખાઈ હતી. તેમાં પણ ખાસ કરીને દેશી લાલ ડુંગળીની ડિમાન્ડમાં સારો એવો વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે સોમવારે જે ડુંગળીનો ભાવ 20 કિલોના 150 રૂપિયા હતા તે ડુંગળી આજે 276 રૂપિયાના ભાવે એટલે કે 126 રૂપિયાના ભાવ વધારા સાથે વેચાઈ હતી. ડુંગળીના ભાવ વધારા સાથે આવક પણ વધી હતી. ગઈકાલે લાલ ડુંગળીની આવક 5088 ગુણી હતી તે આજે 1436 ગુણી વધારા સાથે 6524 ગુણી આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો