તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે અને ભાવનગર તથા મુહવા-તળાજાના માર્કેટ યાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 8 હજાર હેકટરનો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ ગણીયે તો આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 44 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ડુંગળીનું વાવેતર બમણું વધી ગયું છે. 2019ના વર્ષમાં ડુંગળીનું કુલ વાવેતર 13,600 હેકટર હતુ તે આ વર્ષે 2021માં વધીને 26,200 હેકટર થઇ ગયું છે.
ભાવનગર જિલ્લામાં આ વર્ષે હાલ ભાવનગર, મહુવા,તળાજા જેવા ડુંગળીના મુખ્ય ઉત્પાદક પંથકના માર્કેટ યાર્ડ ગરીબોની કસ્તૂરીની આવકથી છલકાઇ ગયા છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં વર્ષોથી નંબર વન છે. ત્યારે ગત વર્ષે જાન્યુઆરીના અંતિમ તબક્કામાં ડુંગળીનું ગોહિલવાડ પંથકમાં વાવેતર 18,200 હેકટરમાં થયું હતુ. તે આ વર્ષે વધીને 26,200 હેકટરમાં થયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વાવેતરમાં 8,000 હેકટરનો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ આ 43.96 ટકા એટલે કે 44 ટકાનો વધારો ગણી શકાય.
ગુજરાતના વાવેતરમાં ભાવનગરની ટકાવારી 43.31 ટકા
સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ડુંગળીનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન થાય છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર વધીને 60,500 હેકટર થયું છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં વાવેતર 26,200 હેકટર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 43.31 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે.
રવિ પાકના કુલ વાવેતરમાં ત્રણ ગણો વધારો થયો
ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે ગત વર્ષે વધીને 62,600 હેકટરમાં થયું હતુ .તે આ વર્ષે વધીને 1,16,800 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2021ના ત્રણ વર્ષમાં રવિ પાકમાં કુલ ત્રણ ગણો વધારો થયો છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.