સ્થાનિક રહીશોમાં ભારે રોષ:અલંગમાં રાત પડેને ઝેરી કચરો બાળી પ્રદૂષણ ફેલાવવાની ચાલતી પ્રવૃત્તિ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બાજુ અલંગ ગ્રીન કોરીડોર બને છે ત્યારે બીજીબાજુ આ ધંધા!
  • પ્રદુષણ બોર્ડના અધિકારીઓની મિલીભગતથી ચાલતી પ્રવૃત્તિને કારણે આજુબાજુના પાક અને આંબાવાડીને નુકશાન

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં રાત્રિના અંધકારમાં ઝેરી કચરો બાળી ફેલાવતા પ્રદૂષણ અંગે તંત્ર દ્વારા કોઈ પગલા નહીં લેવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપેલ છે. પ્રદૂષણ અને ઝેરી કચરાને કારણે આજુબાજુના ગામોમાં પાક અને વૃક્ષોનો સોથ વળી રહ્યો છે.

અલંગમાં જુદાજુદા પ્લોટમાં જહાજ કાપવામાં આવે છે અને આ જહાજમાંથી નીકળતો ઝેરી કચરો, ઓઈલ વિગેરેને બાળવામાં આવે છે. જેના ધુમાડાને કારણે આ િવસ્તારમાં ફેલાયેલી આંબાવાડી અને અન્ય ખેતરોને ભારે નુકશાન થઈ રહ્યું છે. શિપબ્રેકરો અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની મીલિભગતને કારણે ફરિયાદ કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. આ પ્રશ્ને ગ્રામ્યજનો દ્વારા આગામી સમયમાં આંદોલનની પણ ચેતવણી આપવામાં આવી છે.

પુરાવો આપ્યા છતાં પગલા લેવાતા નથી
અલંગના પ્લોટ નં.125માંથી ઝેરી કચરો બાળતા હતા તે અંગે પુરાવા સાથે ગ્રામ્યજનોએ તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી.

બે-ચાર લોકોને કારણે અલંગ બદનામ થાય છે
એકબાજુ અલંગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સરકારી નિયમો ઘડે છે અને શિપબ્રેકરો પણ તેનું પાલન કરે છે ત્યારે બે-ચાર શિપબ્રેકરો થોડા ઘણા પૈસાના લોભને કારણે કચરાનો યોગ્ય નિકાલ નહીં કરતા અલંગનું નામ પણ ખરાબ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...