તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ભાવનગરમાં એક પોઝિટિવ કેસ, એક દર્દી કોરોનામુક્ત

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા 19
  • જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ દર્દી 6126 થયા, 6038 દર્દી કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ 98.56 ટકા

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો દાનવ કાબૂમાં છે. આજે શહેરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો જ્યારે તાલુકા કે ગ્રામ્ય પંથકમાં એક પણ નવો કેસ નોંધાયો ન હતો. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 6126 નોંધાયા છે અને તેની સામે અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કોરોના સામે 6038 દર્દીઓએ જંગ જીતી જતા રિકવરી રેઇટ 98.56 ટકા થયો છે. હાલ શહેરમાં 8 અને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ 11 મળી કુલ 19 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવનો એક પુરૂષ દર્દી નોંધાયો હતો. જ્યારે એક પુરૂષ દર્દી કોરોનામુક્ત થયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 4038 દર્દીઓ સામે 3987 દર્દી કોરોનામુક્ત થતા આજ સુધીમાં શહેરમાં રિકવરી રેઇટ 98.74 ટકા થયો છે. તાલુકા-ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. તાલુકા-ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 2088 દર્દીઓ સામે 2051 દર્દી કોરોનામુક્ત થતા આજ સુધીમાં શહેરમાં રિકવરી રેઇટ 98.23 ટકા થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો