ઝેરી મધમાખીએ ભોગ લીધો:કુંભારીયા ગામે ઝેરી મધમાખીના ડંખથી એક વ્યકતિનું મોત નિપજયું

ગુંદરણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામના કુવા પાસેથી ઝેરી મધમાખીઓનો નિકાલ કરવા માંગ
  • ઘરે ખરખરાના કામે આવેલા અનેક લોકોને પણ મધમાખીએ ડંખ માર્યા

મહુવા તાલુકાના કુંભારીયા ગામે ગામ કુવા તરફ જતા રસ્તા ઉપર વડના ઝાડ ઉપર ઝેરી મધમાખીએ ડંખ મારીને એક વ્યક્તિનો ભોગ લીધો હતો અને એક વ્યકિતને ગંભીર રીતે ઇજા પહોંચાડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે ગામમાં આ ઘટનાથી ભયનો માહોલ છવાયો હતો.

મહુવા તાલુકાના ગુંદરણા પાસે આવેલ કુંભારિયા ગામે ગામ કુવા તરફ જતા રસ્તા ઉપર કુરજીભાઈના ઘર પાસે વડના ઝાડ ઉપર ઝેરીમધમાખીનું પોડુ બેઠું છે કુંભારીયા ગામના ખેડૂત કુરજીભાઈ વિરજીભાઈ નાકરાણી (ઉ.વ.63) તથા વસંતબેન નાકરાણી ઉપર બપોરના સમયે અચાનક જ અસંખ્ય ઝેરી મધમાખીએ કુરજીભાઈના મોઢાના ભાગે તથા ખુલ્લા શરીરના ભાગે ઝેરી મધમાખીએ અસંખ્ય ડંખ મારી દીધા હતા આથી કુરજીભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જયારે વસંતબેન નાકરાણીને 108 મારફતે મહુવા તાલુકા મથકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મધમાખીનો ત્રાસ બીજા દિવસે પણ રહ્યો હતો અને કુરજીભાઈના ઘરે ખરખરે આવતા લોકોને પણ મધમાખીએ ડંખ મારીને ઇજા કરી હતી. આ બનાવના પગલે કુંભારિયા ગામમાં ભયની લાગણી ફેલાય છે આથી ગામના કુવા પાસે આવેલ ઝેરી મધમાખીના ઝુંડનો તાકીદે નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...