ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ માસમાં વ્રત કરવાથી વ્રત કરનાર દરેક વ્યક્તિના દુખ, તેમજ પરેશાની દુર થઇ જાય છે.મહિનામાં ભગવાન શિવજી ને પ્રસન્ન કરવા તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રાવણ મહિનામાં એકટાણા કરવામાં આવે છે. ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ તેનુ મહત્વ અને મેડીકલની દ્રષ્ટિએ એકટાણામાં પ્રોટીન વધારે લેવુ હિતાવહ છે.
ચોમાસમાં તંદુરસ્ત રહેવા એક ટાઇમ ભોજન હિતાવહ
ચોમાસામાં પાચન શકિત મંદ પડતા તંદુરસ્ત રહેવા માટે એક ટાઇમ ભોજન લેવું હિતાવહચોમાસામાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે.આથી માણસની પાચનશકિત મંદ પડી જતી હોય છે. આ સંજોગોને ધ્યાને લઇ આપણા ઋષિમુનીઓએ શરીરને તંદુરસ્ત રાખવા માટે આ નિયમ બનાવ્યો છે. શરીરને સારું રાખવા માટે એક ટાઇમ ભોજન લેવું જોઇએ. તે ભોજન પણ શકય હોય ત્યાં સુધી ફળાહાર જ હોવું જોઇએ. જેથી શરીરને પાચન માટે એટલું કષ્ટ ન ઊઠાવવું પડે. માનવ શરીર ભોગ માટે નથી. શરીર સારું હોય તો જ આપણે ભગવાનની પ્રાર્થના કરી શકીએ. પરમાત્માનું ચિંતન વધારી શકાય. > પ.પૂ.મહામંડલેશ્વશર શ્રીસ્વરૂપાનંદ સરસ્વતીજી (સિહોર)
ફરાળમાં વધુ પ્રોટીન હોવું જોઈએ
શ્રાવણ મહિનાઓ દરમિયાન, ઉપવાસ કરવાની આપણી પરંપરા રહી છે.પરંતુ કાર્બોહાઈડ્રેટ અને મીઠાઈઓનો વપરાશ ચરબીયુક્ત વસ્તુઓ સાથે ઘણો વધારો વપરાશમાં થાય છે. પરંતુ આ પોસ્ટ કોવિડ યુગમાં આપણે વધારે સાવચેત રહેવું પડશે આપણે ઉપરની વસ્તુઓનો પરંપરાગત ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે આ પોસ્ટ કોવિડ યુગમાં હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે છે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક ખૂબ સામાન્ય છે તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને આવા જોખમને બમણું થવા દેવું જોઈએ નહીં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ માટે દવા ક્યારેય બંધ ન કરો કોવિડ પછી ફરાળમાં વધુ પ્રોટીન હોવું જોઈએ. > ડો.રાજીવ ઓઝા, ક્વોટ નામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.