કોરોના સંક્રમણ:કોરોનાના એક અને સિઝનલ ફ્લુના નવા બે કેસ નોંધાયા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય કક્ષાએ બે દર્દી કોરોનામુક્ત
  • શહેરમાં​​​​​​​ કોરોનાનો એક અને ફ્લૂનો એક કેસ, ગ્રામ્ય કક્ષાએ ફ્લૂનો એક નવો કેસ નોંધાયો

ભાવનગર શહેર અને ગ્રામ્ય કક્ષાએ કોરોના અને સિઝનલ ફ્લુના નવા કેસ નોંધાઇ રહ્યાં છે. જેમાં આજે ભાવનગર શહેરમાં કોરોનાનો એક અને સિઝનલ ફ્લુનો પણ એક કેસ નોંધાયો હતો જ્યારે ગ્રામ્ય કક્ષાએ આજે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો તો સિઝનલ ફ્લુના નવા બે કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનામાં આજે ગ્રામ્ય કક્ષાએ બે દર્દી કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવનો એક નવો કેસ નોંધાયો હતો જેમાં શહેરના દેરી રોડ વિસ્તારમાં 30 વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવતા તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. જ્યારે શહેરમાં સિઝનલ ફ્લુનો પણ એક કેસ નોંધાયો હતો. જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં 89 વર્ષીય વૃદ્ધાને સિઝનલ ફ્લુના દર્દી જાહેર કરાયા હતા.

શહેરમાં સિઝનલ ફ્લુના કુલ 44 કેસ નોંધાયા છે અને તે પૈકી હાલ શહેરમાં 8 દર્દી સારવારમાં છે અને 30 દર્દી સાજા થઇ ગયા છે. તો 6ના મોત થયા છે. ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે બે દર્દી કોરોનામુક્ત થયા હતા આથી ગ્રામ્ય કક્ષાએ હાલ 3 દર્દી કોરોનાની સારવારમાં છે. સિઝનલ ફ્લુના આજે ગ્રામ્ય કક્ષાએ એક નવો કેસ નોંધાયો હતો જેમાં ભાવનગરના ઉંડવી ગામે 34 વર્ષીય પુરૂષને ફ્લુના દર્દી જાહેર કરાયા હતા. હાલ ગ્રામ્ય કક્ષાએ ફ્લુના 7 દર્દી સારવારમાં છે જ્યારે 13 દર્દી ફ્લુ મુક્ત થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...