રોગચાળો:પ્રદૂષિત પાણીમાં એક મચ્છર 150 જેટલાં ઈંડા મૂકે છે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે ઘરે તપાસ, આરોગ્ય જાગૃતિ, વ્યાપક રોગચાળો અટકાવવા 20 જુલાઇ સુધી અભિયાન

ચોમાસાની ઋતુ એટલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને ફુલવા- ફાલવાની ઋતુ છે. રોગચાળો વધતો અટકે તે માટે ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ ઝુંબેશના ભાગરૂપે તા.11 જુલાઈથી 20 જુલાઈ સુધી રોગચાળાને ફેલાતો અટકાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તમામ સ્થાનો ઉપર સફાઈ અભિયાન હાથ ધરી બિનજરૂરી કચરો દૂર કરી સ્વચ્છ કરવામાં આવશે.

ભરાયેલાં પાણીને દૂર કરીને કેમિકલનો છંટકાવ કરવામાં આવશે. પ્રદૂષિત પાણીમાં એક મચ્છર 150 જેટલાં ઈંડા મૂકે છે અને આ ઈંડામાંથી દસ દિવસે મચ્છર બને છે. આ પ્રકારની વૈજ્ઞાનિક માહિતી માટે લોકોને જાગૃતિ કેળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત સૂત્ર લેખન દ્વારા જનજાગૃતિ સ્થાનિક કેબલ ટીવી ચેનલોમાં વ્યાપક પ્રચાર વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.

ચોમાસા દરમિયાન ગામડાઓમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બાંધકામ વિસ્તારમાં, બાગ બગીચામાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ત્યારે પાણી ભરાઈ રહે તેવા કુંડા, ટાયરો, ટાંકીઓ વગેરેની સફાઈ હાથ ધરવામાં આવી છે. જેમાં આગેવાનો અને સંસ્થાઓનો સહયોગ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...