સિઝનલ ફ્લુથી મોત:સિઝનલ ફ્લૂથી શહેરમાં વધુ એક મોત, મોતનો આંક સાતને આંબ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિઝનલ ફ્લૂના 16 દર્દીઓ હાલ સારવારમાં
  • કોરોનાના 2 અને સિઝનલ ફ્લુના નવા ત્રણ દર્દી, શહેર-ગ્રામ્યમાં કોરોનાના કુલ 7 એક્ટિવ દર્દી

ભાવનગર શહેરમાં સિઝનલ ફ્લુએ ધીરે ધીરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે અને આજે પણ એક દર્દીનું સિઝનલ ફ્લુથી મોત થયુ છે. જ્યારે શહેરમાં નવા બે દર્દી નોંધાયા હતા જ્યારે ગ્રામ્ય કક્ષાએ ફ્લુનો એક નવો કેસ નોંધાયો હતો. કોરોનામાં આજે શહેરમાં એક અને ગ્રામ્ય કક્ષાએ એક કેસ નોંધાયો હતો. ભાવનગર શહેરમાં કોરોનાના હાલ 3 દર્દી અને ગ્રામ્ય કક્ષાએ 4 મળીને કુલ 7 દર્દી સારવારમાં છે. જ્યારે સિઝનલ ફ્લુમાં શહેરમાં હાલ 7 અને ગ્રામ્ય કક્ષાએ 9 મળીને કુલ 16 દર્દી હાલ સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજે મેઘાણી સર્કલમાં રહેતા 42 વર્ષીય પુરૂષનું સિઝનલ ફ્લુથી મોત નિપજ્યું હતુ. આથી શહેરમાં આજ સુધીમાં સિઝનલ ફ્લુથી 7 દર્દીના મોત થયા છે. આજ સુધીમાં સિઝનલ ફ્લુના કુલ 50 દર્દી નોંધાયા છે અને તે પૈકી 36 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 7ના મોત થયા છે અને 7 દર્દી હાલ સારવારમાં છે. શહેરમાં આજે સિઝનલ ફ્લુના નવા બે કેસ નોંધાયા જેમાં વિજયરાજનગરમાં 7 વર્ષીય બાળક અને મેઘાણી સર્કલમાં 42 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં આજે કોરોનાનો પણ એક કેસ નોંધાયો હતો. શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં 26 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા.

ભાવનરગ ગ્રામ્ય કક્ષાએ સિઝનલ ફ્લુમાં એક નવો કેસ નોંધાયો જેમાં ઘોઘાના ભાખલ ગામે 56 વર્ષીય પુરૂષને સિઝનલ ફ્લુના દર્દી જાહેર કરાયા હતા. જ્યારે કોરોનામાં પણ એક દર્દી નોંધાયો જેમાં ઘોઘાના તણસાના 50 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં ફ્લુના કુલ 25 કેસ નોંધાયા તેમાં 2ના મોત થયા, 14 દર્દી સાજા થઇ ગયા અને 9 દર્દી સારવારમાં છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સાથે ફ્લુના વાયરસે પોતાનો સકંજો વિસ્તાર્યો છે. છેલ્લા દોઢેક માસમાં શહેરમાં 7 અને ગ્રામ્ય પંથકમાં 2 મળીને ફલુથી કુલ 9 ના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...