તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક મકાનમાં ચાલી રહેલા ઈંગ્લીશ દારૂના વેચાણ પર દરોડો, એક શખ્સ ઝડપાયો, બે ફરાર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં ભાડેથી મકાન રાખી વિદેશી શરાબ બિયરનો વેપાર કરતાં બુટલેગરોના ઘરે દરોડો પાડી એ.ડીવીઝન પોલીસે 35,755ની કિંમતનો શરાબ-બિયરનો જથ્થો હસ્તગત કર્યો હતો, આ રેડ વેળાએ એક ખેપિયો ઝડપાયો હતો જયારે બે બુટલેગરો પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં.

શહેરના નિલમબાગ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન કાળીયાબિડ વિસ્તારમાં રહેતા લોકો એ જાણ કરી હતી કે અહી દરરોજ સાંજના સમયે બે - ત્રણ શપ્સો વિદેશી શરાબ - બિયરનો ખુલ્લેઆમ વેપલો કરે છે જે માહિતી આધારે ટીમે કાળીયાબિડ ના અયોધ્યાનગરમાં આવેલ પટેલ પાર્ક 1 ના પ્લોટ નં.સી/4614 માં ભાડેથી રહેતા જય જેઠા મેર તથા લાલજી ઉફે લાલો કલ્યાણ ચૌહાણના ઘરે દરોડો પાડતાં રૂમમાં રાખેલ અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી શરાબની બોટલ નંગ -29 તથા બિયર ટીન નંગ -29 તથા દારૂ બિયર નું વેચાણ કરતો રામ કલ્યાણ ચૌહાણ ઉ.વ.23 રે .મૂળ ખાંટડી તા.ઘોઘા વાળો હાજર મળી આવેલ હતો.

પોલીસે ઘટનાસ્થળ પરથી ઈંગ્લીશ દારૂનીબોટલ નંગ-29 કિંમત રૂ.21,340, બિયર ટીન નંગ 29 કિંમત રૂ.3,915 એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-2 કિંમત રૂ.10,500 મળી કુલ 35,755 નો મુદ્દામાલ હસ્તગત કરી ત્રણેય બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી રેડ દરમ્યાન નાસી છુટેલ જય જેઠા મેર તથા લાલો કલ્યાણ ચૌહાણ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...