તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:અલંગના ખુલ્લા પ્લોટમાંથી એક લાખના વાયરની તસ્કરી, અજાણ્યા શખ્સો લોખંડના 50 બંડલ વાયરો લઇ ગયાની થઈ પોલીસ ફરીયાદ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર પાસેના અલંગ શીપયાર્ડમાં ખુલ્લા પ્લોટમા રાખવામા આવેલા લોખંડના વાયરના 50 બંડલ ની અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયાની અલંગ મરીન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.તળાજા તાલુકાના ત્રાપજ ગામે રહેતા અને અલંગ શીપયાર્ડમાં પ્લોટ નં.15 ની સામે શ્રીજી યાર્ડમાં શ્રધ્ધા ટ્રેડ નામનો એમએસ વાયરનો પ્લોટ છે. જેમા રામજીભાઇ ધીરુભાઇ પટેલીયાના પાર્ટનર ભાવનગર ખાતે રહેતા બદરીનાથ રામભારત મિશ્રા છે. તેઓ બન્ને ભાગીદારીમા વાયરનો વેપાર કરે છે.

ગત તા.24/11 ના રોજ તેઓ પોતાના પ્લોટમા ગયા તે વખતે નજર કરતા ખુલ્લા પ્લોટમા રાખેલા લોખંડના વાયરોના બંડલો પેકી 50 જેટલા બંડલો ઓછા જણાતા અને તપાસ કરતા ન મળી આવતા રૂ. 99750ની કિંમતના વાયરની ચોરી થયા અંગેની રામજીભાઇએ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં પ્લોટમાંથી તેમજ દરિયામાં લાંગરેલા જહાજો માંથી અગાઉ લોખંડ, તાંબા, પીત્તળ સહિતના ભંગારની ચોરીના અનેક બનાવો બનવા પામ્યા છે. ત્યારે પોલીસ તંત્ર સતર્ક બને તેવી લાગણી વ્યક્ત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...