વિરોધ:આજથી આંગણવાડીની એક લાખ બહેનો 3 દિવસની હડતાલ પર

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટીમેટમ છતાં કોઇ પગલાં ન લેવાતા નિર્ણય
  • રાજ્યની 40 હજાર આશા વર્કર અને ફેસિલિએટર બહેનો પણ આ હડતાલમાં જોડાઇને વિરોધ કરશે

સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનની એક બેઠકમાં નિર્ણય કરાયા બાદ સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આખરે તા. 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન, ત્રણ દિવસની સાંકેતિક હડતાલનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની એક લાખ આંગણવાડી બહેનો, ચાલીસ હજાર આશા વર્કર અને ફેસીલીએટર બહેનો હડતાલ પર રહેશે.

આંગણવાડી વર્કરો આશા વર્કરો ફેસીલીએટર બહેનો અનેક વર્ષથી સેવા બજાવતા હોવાથી તેઓને વર્તમાન લઘુતમ વેતન આપવું, ફિક્સ પગારદાર બનાવવા, નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષની કરવા, પ્રમોશન તથા જિલ્લા તાલુકા ફેરબદલી સહિતની માંગણીઓ માટે આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા જે મોબાઈલ આપ્યા છે તે તદ્દન હલકી કક્ષાના છે અને તેમાં કામગીરી કરી શકાતી નથી.

આશા વર્કરો બાબતે વધારો કરવાની જાહેરાતમાં પગાર કે ઇન્સેન્ટિવ બાબતે કોઈ સ્પષ્ટતા નથી આથી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું છે. યુનિયનના આગેવાનો સાથે કોઈ નિર્ણાયક બેઠક યોજાઈ નથી તેથી ગેરમાર્ગે ન દોરાવવું તથા કેટલાક સીડીપીઓ તથા પ્રોગ્રામ ઓફિસરો દ્વારા ધાકધમકી આપવાનું વાતાવરણ ઊભું કરાઇ રહ્યું છે જો કોઈ પગલા લેવા છે તો તમામ બહેનો ભૂખ હડતાલ તથા ગાંધીનગરમાં ધામા નાખશે તેવી ચીમકી પણ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...