તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભાવનગર-તળાજા હાઈવે પર મામસા નજીક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, ત્રણ ઘાયલ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા

ભાવનગર-તળાજા નેશનલ હાઈવે નં-8/ઈ પર મામસા ઔદ્યોગિક એકમ પાસે એક ઈકો એમ્યુલન્સ તથા કાર વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માત માં કારમાં મુસાફરી કરી રહેલ પાંચ પૈકી એક વ્યક્તિ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જયારે ચાર ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરનાં એક શખ્સની મારૂતિ ઈકો કાર નં જી,જે,-3 એચ,આર, 5937 મહુવા બાજુથી ભાવનગર શહેર તરફ આવી રહી હતી એ દરમ્યાન મામસા જીઆઈડીસી નજીક ભાવનગર તરફથી આવી રહેલ કાર સાથે ધડાકાભેર અથડાવતા કારમાં સવાર ત્રણ વ્યક્તિ ઓ પૈકી એક વ્યક્તિ ને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જયારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તો ને તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,

તનસા સી.એન.જી પેટ્રોલપંપ પાસે થયેલ અકસ્માતમાં મરણજનાર અશોકભાઈ છગનભાઇ ભરખડા ઉ.વ.40 રહે.બોરડી તા.ઘારી જી.અમેરલી ના રહેવાસી છે, આ બે પૈકી એક વ્યક્તિ ની હાલત અત્યંત નાજૂક હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ એમ્યુલન્સનો ચાલક પણ આ અકસ્માત માં ગંભીર રીતે ઘવાયો હતો જેને પગનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માત ને પગલે થોડા સમય માટે રોડપર ટ્રાફિક જામ સજૉયો હતો એ દરમ્યાન વરતેજ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોડ ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો આ અંગે વરતેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી...
અકસ્માતમાં મૃતક અશોકભાઈ પોતાના પિતાના એકના એક દિકરા હતા જ્યારે સંતાનમાં તેમને એક દિકરી પાર્થવી (ઉ.વ.13) અને એક દિકરો નિરવ (ઉ.વ.7) છે. આ બંન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પિતાએ પોતાનો જવાનજોધ દિકરો ગુમાવતા હોસ્પિટલમાં કરૂણાંતિક દ્રશ્યો સર્જાયા હતા.

મ‌ને અજાણ્યા વ્યક્તિએ ફોન પર જાણ કરી
આજે સવારે નવ વાગ્યાના સમયે મારા પર અશોકભાઈના ફોન પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી અકસ્માત અંગે જાણ કરતા હું ત્યાં ગયો અને તેમને ખાનગી એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલમાં લાવ્યા અહીં ડોક્ટરોએ તેઓ મૃત હોવાનું જણાવ્યું. -મેહુલભાઈ નરેલા, મૃતકના મિત્ર અને પ્રત્યક્ષદર્શી

એમ્બ્યુલન્સના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
મામસા નજીક કાર અને અમ્બ્યુલન્સ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અશોકભાઈ છગનભાઈ ભરખડા(ઉ.વ.34)નું મોત થતાં આ મામલે મૃતકના મિત્ર મેહુલદાન ઈશ્વરદાન નરેલા (ઉ.વ.41)એ એમ્બ્યુલન્સના ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એમ્બ્યુલન્સ જીજે-03-એચઆર-5937ના ચાલક સામે ગુનો નોંધી આગળ‌ની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...