તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:ગોરિયાળી ગામે કૌટુંબિક ઝઘડામાં એકની હત્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૌટુંબિક કાકા અને તેના દિકરાઓ દ્વારા શખ્સની હત્યા કરી દેવામાં આવી

ઘોઘા તાલુકાના ગોરિયાળી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે જુની અદાવતે ચાલી રહેલા ઝઘડામાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ જાગી હતી.

ગોરિયાળી ગામે રહેતા લક્ષ્મણભાઈ મોહનભાઈ જાબુંચા (ઉ.વ. અંદાજે 45) પોતાની વાડીએ હતા ત્યારે તેમના કાકા અને તેમના દિકરાઓ દ્વારા તિક્ષ્ણ હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે લક્ષ્મણભાઈ અને તેમના કૌટુંબિક ભાઈઓ વચ્ચે જમીન મિલ્કત માટે ઘણાં સમયથી આંતરિક વિખવાદ ચાલતો હતો અને તેની દાઝ રાખી તેમના કૌટુંબિક સભ્યો ભુપતભાઈ, અશ્વિનભાઈ, તેજાભાઈ, જેરામભાઈ સહિત 5 લોકોએ તેમની વાડીએ આવી તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. બનાવના પગલે ઘોઘા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જમીન મિલકત માટે ભાઈઓ ભાઈઓ વચ્ચે ચાલતા ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવના પગલે સમગ્ર ગોરિયાળી ગામમાં ભારે ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...