તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધારામાં સારી આવક:મહુવાના માલણ અને રોજકી ડેમમાં એક-એક ફુટ પાણીની થયેલી આવક

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલણ નદી, બુટીયો, ભાદ્રોડી અને ખડખડીયો નદીમાં પાણી આવતા જળાશયોમાં સપાટી વધી

મહુવા પંથકમાં પ્રથમ તબક્કામાં એકંદરે સંતોષકારક વરસાદ વરસી ગયા બાદ હવે જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. આથી મહુવાના માલણ અને રોજકી ડેમની સપાટીમાં એક એક ફૂટનો વધારો થયો છે. મહુવા તાલુકામાં ઉપરવાસ વરસાદ થવાના કારણે માલણ નદી, બુટીયો, ભાદ્રોડી, ખડખડીયો નદીમાં ગઇ સાંજથી સારૂ એવું પાણી આવતા મહુવાના માલણ અને રોજકી ડેમમાં 1 ફુટ જેટલુ અને નિકોલ અને માલણ બંધારામાં સારૂ એવુ પાણી આવવા પામેલ છે.

આજે સવારે માલણ ડેમ 23 ફુટ(34 ફુટ), રોજકી ડેમ 23 ફુટ(32.5 ફુટ), બગડ ડેમ 11 ફુટ (16.56 ફુટ), નીકોલ બંધારો 12.46 ફુટ(16.56 ફુટ), માલણ બંધારો 12.63 ફુટ(13.94 ફુટ) ની સપાટીએ પહોચેલ છે.

દરમ્યાનમાં આજે સમગ્ર ભાવનગર જિલ્લામાં 8 દિવસ બાદ સંપૂર્ણ મેઘવિરામ રહ્યો હતો. અને વરાપ નીકળતા ખેડૂતોએ વાવેતરનું કામ વધુ ઝડપી કર્યું હતું.

સૂર્યપ્રકાશ ખિલતા બપોરના તાપમાનમાં 2.1 ડિગ્રીનો વધારો
ભાવનગર શહેરમાં આજે બપોર સૂર્યપ્રકાશ ખિલેલો રહેતા મહત્તમ તાપમાનનો પારો 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી જતા નગરજનોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. જ્યારે પવનની ઝડપ વધી હતી તો હવામાં ભેજનું પ્રમાણ ઘટી જતા વરસાદનું જોર પણ ઘટ્યું છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે આજે તડકો ખીલતા 2.1 ડિગ્રી વધીને 36 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડે યથાવત રહ્યું હતુ. શહેરમાં પવનની ઝડપ ગઇ કાલે 12 કિલોમીટર હતી તે આજે 7 કિલોમીટર વધીને 22 કિલોમીટરના આંકને આંબી ગઇ હતી. તો હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 92 ટકા હતુ તે આજે 29 ટકા ઘટીને 63 ટકા થઇ જતા શહેરમાં વરસાદનું જોર ઘટ્યું છે. ભાવનગર શહેરમાં આજે મેઘ વિરામ રહ્યો હતો. જેથી બપોરના સમયે નગરજનોએ 36 ડિગ્રી તાપમાને તાપનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...