સામૂહિક આપઘાત:ભાવનગરમાં રિટાયર્ડ Dyspના પુત્રએ પત્ની અને બે દીકરીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી, અંતે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી

ભાવનગરએક વર્ષ પહેલા
રિટાયર્ડ Dyspના પુત્ર પૃથ્વીરાજસિંહે છેલ્લે લમણે ગોળી મારી આત્મહત્યા કરી. - Divya Bhaskar
રિટાયર્ડ Dyspના પુત્ર પૃથ્વીરાજસિંહે છેલ્લે લમણે ગોળી મારી આત્મહત્યા કરી.
  • હું અને મારો પરિવાર આપઘાત કરીએ છીએ, બારણાં ખુલ્લાં છે એવો મેસેજ કરી ફાયરિંગ કર્યું
  • કરુણાંતિકાઃ રાષ્ટ્રપતિ અવૉર્ડ વિજેતા એવા નિવૃત્ત DYSPના પુત્રનો પરિવાર વિખાયો
  • વિજયરાજનગરમાં યુવાને પહેલા પત્ની-બે બાળાઓ અને કૂતરાને ગોળી મારી પછી પોતે આપઘાત કર્યો
  • પોલીસકાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી
  • રિટાયર્ડ Dyspના પુત્રએ પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી હતીઃ Dysp સફિન હસન

શહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનનો વ્યવસાય કરતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ બુધવારે મોડી સાંજે પોતાના ઘરે પોતાની બે પુત્રીઓ,પત્ની અને કૂતરાને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી બાદમા પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં. આપઘાત કર્યા પહેલાં તમામ મિત્રો અને સગાં-સંબંધીઓને વોટસએપથી મેસેજ કરી આત્મહત્યા કરતા હોવાની જાણ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વિજયરાજનગર વિસ્તારમાં નિવૃત્ત્ ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી જાડેજાના પુત્ર પુથ્વીરાજસિંહ ઉર્ફે પદયુમનસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.36)એ બુધવારે મોડી સાંજે લગભગ 5-34 મિનિટે તેમના મિત્રો તથા સગાં-વહાલાઓને મોબાઇલમા મેસેજ કરી પોતે પોતાના પરિવાર સાથે સુસાઇડ કરે છે.

ઘરનાં બારણાં ખુલ્લાં છે તેવો મેસેજ વાઇરલ કરી બંગલામાં ઉપરના માળે રહેલી તેમની મોટી દીકરી નંદિનીબા (ઉં.વ.15 ) તથા નાની દીકરી યશસ્વીબા (ઉ.વ.11) ને માથાના ભાગે ગોળી મારી પછી મકાનના નીચેના ભાગે આવી તેમનાં પત્ની બીનાબા (ઉં.વ.આશરે 33 )ને પણ માથાના ભાગે ગોળી મારી નજીકના બેડરૂમની પાછળ રહેલા પોતાના પાલતુ કૂતરા ડોગીને પણ ગોળી મારી તમામની હત્યા કરી પોતે હોલમાં સોફા પર બેસી લમણે ગોળી મારી દેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં.

દરમિયાન મિત્રો અને સગાં-સંબંધીઓને મેસેજ મળતાં તેઓ પૃથ્વીરાજસિંહના ઘરે પહોંચ્યા એ વખતે તેમની તથા પરિવારની લાશ જોવા મળી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં ભાવનગર એસ.પી.,એ.એસ.પી. તથા પ્રોબેશનલ ડીવાયએસપી, એ. ડિવિઝન પી.આઇ., એલસીબી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહો઼ંચ્યો હતો અને એફ.એસ.એલ ટીમે પણ સ્થળ પર પહોંચી ફિંગરપ્રિન્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર ખાતે અગાઉ પોલીસ સબ-ઇન્સપેકટર તરીકે ફરજ બજાવી બાદમાં ડીવાયએસપીની પોસ્ટ સુધી પહોંચેલા નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી. જાડેજાનું મૂળ વતન કાલાવાડ તાલુકાનું કાલ મેઘડા ગામ છે અને તેઓ ઘણા સમયથી પોતાના વતનમાં રહેતા હતા. તેમણે રાષ્ટ્રપતિ ચંદ્રક અવૉર્ડ પણ મેળવેલો છે.

ઘટનાક્રમઃ પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાના મકાનના ઉપરના માળે સૂતેલી 11 અને 15 વર્ષની પોતાની બે પુત્રીને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી તેની હત્યા કરી હતી. ગોળીનો અવાજ સાંભળી નીચે રસોડામાંથી બહાર આવેલી તેની પત્નીને પણ ગોળી મારી, કૂતરો ભસતાં તેને પણ ગોળી મારી દીધી.
ઘટનાક્રમઃ પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાના મકાનના ઉપરના માળે સૂતેલી 11 અને 15 વર્ષની પોતાની બે પુત્રીને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી તેની હત્યા કરી હતી. ગોળીનો અવાજ સાંભળી નીચે રસોડામાંથી બહાર આવેલી તેની પત્નીને પણ ગોળી મારી, કૂતરો ભસતાં તેને પણ ગોળી મારી દીધી.
પછી બેઠકરૂમમાં સોફા પર બેસી પોતાના લમણે જ ગોળી મારી દીધી.
પછી બેઠકરૂમમાં સોફા પર બેસી પોતાના લમણે જ ગોળી મારી દીધી.

આર્થિક સંપન્ન પૃથ્વીરાજને સાઢુ સાથે મનદુ:ખ હતું
જાળિયાના જમાઈ પૃથ્વીરાજસિંહનું કુટુંબ આર્થિક રીતે સંપન્ન હોવાનું કહેવાય છે. તેમના વતનમાં વિશાળ જમીન પણ છે. તેમના સાઢુભાઈ યશવંતસિંહ રાણા સાથે તેમને ભાગીદારીમાં કોઈ ધંધો હતો અને એ બાબતે મનદુ:ખ થયું હોવાની ચર્ચા છે. આપઘાત ક્ષણિક આવેશમાં આવીને કરાયો હશે, પણ પોતાની ફૂલ જેવી માસૂમ બે દીકરી અને પત્નીને ગોળી મારતાં પૃથ્વીરાજસિંહનો જીવ કેમ ચાલ્યો હશે ? તેની લોકોમાં ચર્ચા છે.

નંદિનીબા શૂટિંગ ચેમ્પિયન હતાં. શહેરના વિજયરાજનગર ખાતે રહેતા પૃથ્વીરાજસિંહની મોટી દીકરી નંદિનીબા રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન હતાં તેમજ અભ્યાસમા પણ હોશિયાર હતાં. તેમણે શૂટિંગમાં ચેમ્પિયન અવૉર્ડ પણ મેળવેલો છે. તેઓ સ્ટેટ લેવલના રાઇફલ શૂટર હતાં.
નંદિનીબા શૂટિંગ ચેમ્પિયન હતાં. શહેરના વિજયરાજનગર ખાતે રહેતા પૃથ્વીરાજસિંહની મોટી દીકરી નંદિનીબા રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન હતાં તેમજ અભ્યાસમા પણ હોશિયાર હતાં. તેમણે શૂટિંગમાં ચેમ્પિયન અવૉર્ડ પણ મેળવેલો છે. તેઓ સ્ટેટ લેવલના રાઇફલ શૂટર હતાં.
મૃતક બીનાબા કરણીસેનાનાં પ્રમુખ હતાં શહેરના વિજયરાજનગર ખાતે બનેલી કરુણાંતિકામાં ભોગ બનનાર બીનાબા જાડેજા રાજપૂત કરણીસેનાનાં અધ્યક્ષ હતાં. તેમને ભાવનગર જિલ્લાના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી અપાી હતી.
મૃતક બીનાબા કરણીસેનાનાં પ્રમુખ હતાં શહેરના વિજયરાજનગર ખાતે બનેલી કરુણાંતિકામાં ભોગ બનનાર બીનાબા જાડેજા રાજપૂત કરણીસેનાનાં અધ્યક્ષ હતાં. તેમને ભાવનગર જિલ્લાના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી અપાી હતી.
ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઇડ નોટ.
ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઇડ નોટ.

એક જ રિવોલ્વરમાંથી ચાર વ્યક્તિ આપઘાત કેવી રીતે કરી શકે?
એક જ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે એ સવાલ ઊઠ્યો છે. કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કર્યાની પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે. આ મુદ્દાએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. પોલીસે હાલ આ દિશામાં તપાસ હાથ ધરી છે. Dysp સફિન હસને જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહે પહેલા પોતાના પાલતુ શ્વાનને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પૃથ્વીરાજસિંહનો પાલતુ શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળ્યો
પૃથ્વીરાજસિંહનો પાલતુ શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. પૃથ્વીરાજસિંહ પોતાના પરિવાર તથા પાલતુ શ્વાનને ગોળી માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય તેવી પોલીસને શંકા છે. પિતા નરેન્દ્રસિંહ જાડેજા ગામડે ગયા હતા. ત્યારે તેમના ઘરે આ ઘટના બની હતી. તેમની મોટી પુત્રી પણ શૂટિંગમાં ચેમ્પિયન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિવોલ્વરનું લાઇસન્સ પૃથ્વીરાજસિંહના નામે હતું.

બે પુત્રીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી.
બે પુત્રીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી.
ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.
ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રિટાયર્ડ Dyspના પુત્રએ પરિવાર સાથે સામૂહિક આપઘાત ક્યાં કારણોસર કર્યો એ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આસપાસમાં રહેતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે તેમજ FSLની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ભાવનગરના વિજયનગરમાં રિટાયર્ડ Dyspના પુત્ર પૃથ્વીરાજસિંહે પત્ની બીનાબા (ફાઈલ તસવીર).
ભાવનગરના વિજયનગરમાં રિટાયર્ડ Dyspના પુત્ર પૃથ્વીરાજસિંહે પત્ની બીનાબા (ફાઈલ તસવીર).

પૃથ્વીરાજસિંહે આપઘાત કરતાં પહેલા મિત્રોને મેસેજ કર્યો કે આપઘાત કરું છું
પૃથ્વીરાજસિંહ મા એન્ટરપ્રાઇઝના નામે જમીન દલાલીનું કામ પણ કરતા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પૃથ્વીરાજસિંહ પોતાના મિત્રોને મેસેજ દ્વારા જાણ કરી હતી કે પોતે આત્મહત્યા કરી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતાં જ તેના મિત્રો પૃથ્વીરાજને બચાવવા માટે તેના ઘરે દોડી આવ્યા હતા પણ એ પહેલાં પૃથ્વીરાજસિંહના ઘરમાંથી ગોળીબારનો અવાજ સાંભળાયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં ઘટનાસ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીએ ઘરમાં પ્રવેશીને જોયું તો પૃથ્વીરાજ સહિત તેમની પત્ની બીનાબા (ઉં.વ. 40) બાદ તેમની બંને દીકરી નંદિનીબા અને યશસ્વીબાનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો.

રિટાયર્ડ Dysp રાષ્ટ્રપતિ મેડલ વિજેતા છે.
રિટાયર્ડ Dysp રાષ્ટ્રપતિ મેડલ વિજેતા છે.

નરેન્દ્રસિંહને રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે
રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો છે. પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે સામૂહિક આપઘાત કરી લેતાં સગાં-સંબંધીઓ અને નજીકના પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)