રમતોત્સવ:ભાવનગરના અલંગ ખાતે લીલા ગેમ્સ અંતર્ગત એક દિવસીય રમતોત્સવનું આયોજન, 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોલીબોલ, દોડ તેમજ દોરડા ખેંચ સ્પર્ધા યોજાઈ
  • ​​​​​​​સ્પર્ધામાં ​​​​​​​વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યાં

ભાવનગરના અલંગ ખાતે લીલા ગેમ્સ 2021 અંતર્ગત આજે રવિવારે અલંગમાં આવેલી જીએમવી વર્કર કોલોની ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોલીબોલ, દોડ તથા દોરડા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી.

વોલીબોલમાં 5 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્લોટ-1 માંથી ટીમ ગંગા, પ્લોટ-2 માંથી યમુના, પ્લોટ-35 માંથી ટીમ સરસ્વતી, પ્લોટ-84D માંથી ટીમ બ્રહ્માપુત્ર તથા ગેસ્ટ ટીમમાંથી તાપતિ ટીમોએ ભાગ લીધો હતો. ગંગા અને સરસ્વતીની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં સરસ્વતી ટીમે ફાઇનલ મેચ જીતી હતી. બીજી સ્પર્ધામાં દોડમાં નિલેશ દિહોરાએ પ્રથમ નંબર, જીતેન્દ્ર ગોહિલે બીજો નંબર અને મનોજ કુમારે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.

દોરડા ખેંચ સ્પર્ધમાં 4 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં સરસ્વતી ટીમ વિજેતા થઈ હતી. ત્રણેય સ્પર્ધામાં 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

લીલા ગ્રૂપના વિશાલ સોનીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે વર્ષથી રમતોત્સવનું આયોજન કર્યે છીએ. જેમાં અમારા ગ્રૂપમાં કામ કરતા કર્મચારીઓ, કામદારો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ કર્મચારી-કામદારો એક બીજા પ્રત્યે સહાનુભુતિ મળે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...