• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • One Day Before Navratri, Ronak Was Seen In The Markets Of East Bhavnagar, People Were Seen Shopping For Garba, Chania Choli And Pujapa Items.

નવલાં નોરતાંની તૈયારી:નવરાત્રિના એક દિવસ પૂર્વ ભાવનગરની બજારોમાં રોનક જોવા મળી, લોકો ગરબા, ચણીયા ચોળી અને પૂજાપાના સામાનની ખરીદી કરતા જોવા મળ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંડીયા સાથે રાસ રમવાની પરંપરા લુપ્ત થવાને આરે

માં આદ્ય શકિતના નવલા નોરતાનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે લોકોઓ તૈયારીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને લોકો માટીના ગરબા, ડિઝાનર ગરબા, બજારમાં ચણીયા ચોળી, દાંડિયા, માતાજીની શણગાર, ફુલહાર સહિતની વિવિધ વસ્તુઓ ખરીદી કરી હતી.

ભલે ડિઝાઈનર આવ્યા, પરંતુ માટીના ગરબાનું મહત્વ હજુ પણ અકબંધશહેરના કુંભારવાડા, રૂવાપરી રોડ, ગંગાજળીયા તળાવ તેમજ કાળીયાબીડ સહિત જિલ્લામાં ચોમેર માટીના ગરબાના ઉત્પાદન કેન્દ્રોમાં છેલ્લા સપ્તાહથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એકાદ માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. તૈયાર ગરબાના હોલસેલ અને રીટેઈલર્સ વિક્રેતાઓ હોલસેલના ભાવે અંદાજે રૂા.25 થી લઈને રૂા.150 આસપાસના એક લેખે સાદા અને ફેન્સી (ડિઝાઈનર) ગરબા ખરીદે છે.

દાંડીયાથી રાસ રમવાની પરંપરા લુપ્તતાને આરેશકિતની ભકિતના અનોખા અને સૌથી વધુ લાંબા તહેવાર નવલા નવરાત્રી મહોત્સવને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે યુવા ખેલૈયાઓ અવનવા દાંડીયા સહિતની નવરાત્રિ સંબંધિત ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની રહ્યા છે. નવરાત્રિનો ખરો આનંદ તો દાંડીયા સાથે જ રમવાનો હોય છે. ત્યારે કાળક્રમે તેમાં પણ હવે ધરખમ પરિવર્તન આવી રહ્યુ હોય તેમ સાર્વજનિક કાર્યક્રમોમાં દાંડીયા સાથે રમવાવાળા રસિયાઓની સંખ્યામાં પણ ખાસ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે.

બજારમાં અવનવી વેરાયટીના દાંડીયા ઉપલબ્ધશહેરના સંઘેડીયા બજારમાં આવેલી 20 જેટલી દુકાનો પૈકી ફકત પાંચથી છ દુકાનોમાં જ હવે શ્રમજીવી કારીગરો દાંડીયા બનાવવાની કામગીરીમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે. આ અગાઉ સાગના લાકડામાંથી જ વધુ દાંડીયા બનાવવામાં આવતા હતા.જે હવે મટીરીયલ્સ મોંઘુ બનતા ઓછા ખપતા હોય છે તેથી કારીગરો ઓર્ડર (માંગ) પ્રમાણે જ બનાવતા હોય છે. તેથી હાલ બાવળ, આંબા અને લીમડાના ઝાડમાંથી જ વધુ પ્રમાણમાં દાંડીયા બનાવવામાં આવે છે. સંઘેડીયાબજાર, પીરછલ્લા શેરી સહિતના વિસ્તારોમાં આ દાંડીયા અંદાજે રૂા.20 થી લઈને રૂા.100 આસપાસના ભાવે સાદા અને ડિઝાઈનર મુજબ વેચાઈ રહ્યા છે.

કોરોનાને લઈને પ્રોફેશ્નલ આયોજનો બંધ રહેતા તેની ભાડે ડ્રેસ આપવાના વ્યવસાય પર વિપરીત અસરભાવનગર શહેર અને જિલ્લાના યુવાધનને સૌથી વધુ આકર્ષતા નવરાત્રિના આગવા આકર્ષણરૂપ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર સહિતની બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મટીરીયલ્સના ભાવમાં વધારો થતા નવરાત્રિના વસ્ત્ર અને આભૂષણોના ભાવમાં પણ 10 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. તેમ છતાં પણ તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. આ વર્ષે કોરોનાને લીધે સાર્વજનિક આયોજનો બંધ રહેતા તેની ભાડે ડ્રેસ આપવાના વ્યવસાય પર અસર પડી છે. આ વ્યવસાય પર અનેક શ્રમજીવી પરિવારો નિર્ભર હોય છે. આ વર્ષે કોરોનાને લઈને પ્રોફેશ્નલના બદલે શેરી ગરબાની છુટ મળતા ખેલૈયાઓ અને ખેલૈયાઓના વિવિધ ગૃપોમાં નવરાત્રિને ખરા અર્થમાં ન માણી શકવાનો રંજ જરૂર જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...